અમરેલી
અમરેલી જિલ્લામાં હાલ કપાસના ઊંચા ભાવ મળી રહ્યા હોય મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા માટે માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. અમરેલી માર્કેટીંય યાર્ડમાં આજે એક જ દિવસમાં ૨૦ હજાર મણ કપાસની આવક થતા યાર્ડ કપાસથી છલકાયું હતું. જિલ્લાના બાબરા, સાવરકુંડલા, રાજુલા અને બગસરા યાર્ડમાં પણ કપાસની નોંધપાત્ર આવક થઈ રહી છે. અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજે ખેડૂતોને ૧૪૬૫ રૂપિયાથી લઈ ૨૧૩૨ સુધીનો ભાવ મળ્યો હતો. અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજે કપાસનો ઓલટાઈમ હાઈ ભાવ બોલાયો હતો. ૨૧૦૦ને પાર ભાવ પહોંચતા હાલ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં કપાસ વેચવા માટે પહોંચી રહ્યા છે.અમરેલી જિલ્લામાં કપાસનું ઉત્પાદન કરનાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોએ રાહત અનુભવી છે. અમરેલી માર્કેટીંગ યાર્ડમાં ૨૦ હજાર મણ કપાસની આવક થતા યાર્ડ કપાસથી છલકાયું હતું. કપાસનો ઊંચામાં ૨૧૦૦ રૂપિયાનો ભાવ બોલાતા ખેડૂતો ખુશ જાેવા મળ્યા હતા. અમરેલી ઉપરાંત જિલ્લાના અન્ય માર્કેટીંગ યાર્ડમાં પણ ખેડૂતોને ૧૪૦૦થી ૨૦૦૦ આસપાસના ભાવ મળી રહ્યા છે.