Gujarat

અમરેલી રૂરલ પો.સ્ટે. વિસ્તારમાથી ગુમ થયેલ મો.સા.હિરો હોંડા સ્પ્લેન્ડર પ્લસ શોધી મુળ માલીકને પરત કરતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા તથા ગુમ થયેલ મિલ્કતો શોધી કાઢવા સારૂ સુચના આપવામાં આવેલ. જે અંગે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ, પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે. વાડી વિસ્તારમાથી એક મો.સા. ગુમ થયા અંગેની અરજી આવતા જે અંગે અમરેલી રૂરલ પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન અમરેલી રૂરલ વિસ્તારમાથી બિનવારસી મો.સા. મળી આવતા જેના માલીક અંગે ખરાઇ કરતા સદરહું મો.સા. ધાનાણી ચિરાગભાઇ જીવનભાઇ રહે,અમરેલી વાળાની ગુમ થયેલ મો.સા. હોય જેની ખરાઇ કરી મુળ માલીકને પોતાની ગુમ થયેલ મો.સા. પરત અપાવતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ…
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220807-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *