Gujarat

અમરેલી શહેરમાં નગરપાલિકામા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પંકજ જોશીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વહેલી સવારે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

અમરેલી શહેરમાં નગરપાલિકામા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પંકજ જોશીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વહેલી સવારે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકની લાશ સિવિલ હોસ્પિટલમા લાવતા સીટી પોલીસ સહિત કેટલાક કર્મચારી ઓ પણ દોડી ગયા હતા અને પોલીસ દ્વારા આત્મહત્યા ક્યાં કારણોસર કરી તેને લઈ તપાસ હાથ ધરતા તપાસના ટેંશનના કારણે આત્મહત્યા કરી આ પગલુ ભર્યા નું જાણવા મળી રહ્યું છે.
અગાઉ તારીખ 20-11-2021 સીટી પોલીસ સ્ટેશનમાં આ પંકજ જોશી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાય હતી. જેમાં ઇન્ચાર્જ એકાઉન્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ચીફ ઓફિસરને વિશ્વાસમાં લીધા વગર જાણ બહાર મંજૂરી વગર છેતરપિંડીના ઇરાદે પોતાની સતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રકશન કંપનીની રૂ .87,40,119ની ડિપોઝીટ રીલીઝ કરી દીધી હતી. જે મામલે નગરપાલિકા સાથે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પંકજ જોશી સામે કેસની તપાસ ચાલી રહી હોય તેના ટેન્શનમાં જ તેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની વિગતો સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220203-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *