Gujarat

અમરોલીમાં નકલી શેમ્પુ વેચતા ૪ ઈસ્મોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

સુરત
અમરોલી પોલીસે કોસાડ આવાસમાં દરોડો પાડી ૪ લોકોની ધરપકડ કરી છે. તેમજ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુનો ૩૬ હજારનો મુદામાલ કબજે કર્યો છે. રેડ દરમિયાન પોલીસે તપાસ કરતા હિન્દુસ્તાન યુનીલીવર લી. કંપનીના ડવ, ટ્રેસમી, ક્લિનીક પ્લસ, સનસીલ્ક જેવી બ્રાંડના સેમ્પુની બોટલોમા ડુપ્લિકેટ શેમ્પુ ભરી વેચાણ થઇ રહ્યું હતું. પોલીસે અહિંથી ૪ મોબાઈલ ફોન તેમજ ૧૫૮૧ જેટલી નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ મળી કુલ ૩૬હજારનો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ આ ઘટનામાં પોલીસે ચારની ધરપકડ કરી છે. આ મામલે તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ ઘટનામાં પોલીસે રાજુદીન છોટેખાન મનીહાર, મુહમ્મદ જીશાન મુહમ્મદ જલીલ, નાજીમ કલ્લન ખસરા, કમરૂદીન છોટેખાન મનીહારની ધરપકડ કરી છે. આ મામલે તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અસલીના નામે નકલી અને ભેળસેળવાળી વસ્તુઓ બજારમાં વેચવાનું ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ અમરોલી પોલીસે ઝડપી પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *