અમરેલી
ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે સત્તાપક્ષ ભાજપ એડીચોટીનું જાેર લગાવી રહી છે. તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમરેલીમાં યોજાયેલી સહકારી સમૃદ્ધિ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસે ખેડૂતોનો પાયમાલ કરી નાંખ્યા હતા. વેપારીઓની સ્થિતિ પણ કફોડી બની ગઈ હતી. તેટલું જ નહીં, કોંગ્રેસ શાસનમાં બધી ડેરીઓને તાળા લગાવવા પડ્યા હતા. કોંગ્રેસે તમામ ડેરીઓને નિષ્ફળ બનાવી હતી. અગાઉ માત્ર ૨૫ હજાર લિટર લિટર દૂધ પ્રોસસ થતું હતું.’ આ ઉપરાંત અમિત શાહે સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, મોદી સરકારે ખેડૂત માટે અનેક યોજનાઓ બહાર પાડી હતી. દુનિયામાં મધ ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે. કારણ કે મોદી સરકારે મધ ઉત્પાદન માટે પણ અનેક યોજનાઓ શરૂ કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સરકારે પ્રાકૃતિક ખેતી ઉપર પણ ભાર મૂક્યો હતો. તેટલું જ નહીં, તમામ વસ્તુઓનું ડિજિટલાઇઝેનશન પણ કર્યું. મોટાભાગનું કામ ઓનલાઇન થઈ જાય તેવી વ્યવસ્થા પણ કરી છે.’ આ પ્રસંગે અમિત શાહે કહ્યુ હતુ કે, ‘સરકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય છે. હું અહીં દિલીપભાઈને સર્ટિફિકેટ આપવા આવ્યો છું. આખા દેશના ૫૯૧ જિલ્લા ફરીને હું અમરેલી આવ્યો છું. અમરેલીએ દેશને અનેક સહકારી આગેવાન આપ્યાં છે. મારી સામાન્ય સભામાં અનેક ફાઇલ ઉછળી હતી.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સહકારની સમૃદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. પરસોત્તમ રૂપાલાજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સહકાર મંત્રાલય ચાલુ કરવાની સલાહ આપી હતી. આગામી ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે પણ ગુજરાત આવી શકે છે. ૨૯મીએ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ૩૦મીએ મેટ્રોના ફેઝ ૨નું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સપ્ટેમ્બરના અંતમાં ગુજરાત આવી શકે તેવી શક્યતા છે.
