પાલનપુર
ઉનાળામાં આગ લાગવાના બનાવો દિનપ્રતિદિન સામે આવતા હોય છે. જેમાં જંગલ વિસ્તાર તેમજ ગાડીમાં આગ લાગતી હોય છે, જેવો જ બનાવ એક અમીરગઢ તાલુકાના બાલારામ વિરમપુર રોડની બાજુમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો દોડી પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જાેકે, આગ પર કાબુ ન મળતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી. પાલનપુર ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના બનાવમાં મોટી જાનહાનિ તથા ટળી હતી.અમીરગઢ તાલુકાના વિરમપુર બાલારામ રોડ નજીક અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્થાનિક લોકો એકત્ર થઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જાેકે, આગ કાબુમાં ન હતા ફાયર વિભાગને જાણ કરવી પડી હતી.