Gujarat

અમેરિકામાં ગીતાબેન રબારી પર ડોલરોનો વરસાદ થયો

ભુજ
સુરતનાં લેઉઆ પટેલ દ્વારા અમેરિકાનાં ટેક્સાસમાં આ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીના આ ડાયરામાં ડોલરનો વરસાદ થયો હતો. ગીતા રબારી પર ડોલરનાં વરસાદનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ડાયરામાં ૩ લાખ ડોલર એટલે કે ૨.૨૫ કરોડ રૂપિયાનું ફંડ એકઠુ કરાયુ હતું. આ રકમ યુક્રેનને દાન કરવામામ આવશે ગીતા રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે વિવિધ શહેરોની કોન્સર્ટમા હાજરી આપી હતી. તેમના તમામ કાર્યક્રમમાં તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. સોશિયલ મીડિયા પર આ પરર્ફોમન્સના વીડિયો વાયરલ થયા છે. જેમા ગીતા રબારી પર નોટોની વરસાદ થઈ રહી છે. તેમની આસપાસ ડોલરનો ઢગલો પડેલો છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ થોભવાનું નામ જ લેતું નથી. આ યુદ્ધની કંપાવનાર પરિસ્થિતિમાં હવે અમેરિકામાં વસતા ભારતીયો યુક્રેનમાં પીડિતોની મદદ કરશે. હાલમાં જ અમેરિકામાં એક ડાયરાનું આયોજન થયું હતું. અમેરિકાનાં ટેક્સાસમાં કરાયેલા આ આયોજનમાં ગુજરાતની લોકગાયિકા ગીતાબેન રબારી પર ડોલરનો વરસાદ થયો હતો. ગીતા રબારીના મધુર અવાજને સાંભળવા માટે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જાેવા મળી હતી. જેમાં ૩ લાખ ડોલર એટલે કે ૨.૨૫ કરોડ રૂપિયાનું ફંડ એકઠુ થયું હતું.

Dollar-rain-falls-on-Gitaben-Rabari-in-America.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *