રાજકોટ
રાજકોટમાં જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જનરલ બોર્ડમાં પ્રશ્નોની ચર્ચાના બદલે વાકયુદ્ધ છેડાયું હતું. જેમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પ્રોપર્ટી ટેક્સમાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને રાહત આપવા માગ કરી હતી. આ સાથે ઇમ્પેક્ટ ફીમાં ૪૫ કરોડની કમાણી કરી ૫ કરોડના ખર્ચ કર્યા બાકીનો હિસાબ પણ માંગતા ટેક્સમાંથી મુકિત આપવાની માંગી કરી હતી. તેનો જવાબ આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે ક્રાઈટ એરિયામાં ટેક્સમાં રાહત આપી. તેને અમે ફોલો કરી રાહત આપી જ છે. અમે સરકારને ફોલો કરીએ તમને નહીં. જનરલ બોર્ડમાં બંને પક્ષ આમને-સામને આવી જતા ભારે હોબાળો મચ્યો હતો. જ્યાં મેયરે વધુમાં જણાવ્યું હતું કે, આજી રિવરફ્રન્ટ અને રામનાથ મંદિરની નવી ડિઝાઇન તૈયાર છે. ટૂંક સમયમાં રિવરફ્રન્ટ બાબતે તબક્કાવાર કામ શરુ થશે. અને તેના માટે સરકાર પાસે બજેટની જાેગવાઈ કરવામાં આવશે. ઈમ્પકેટ ફી મુદ્દે અમે યોગ્ય કામ કરી રહ્યા છીએ. પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ થાય તે માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. તમે પહેલા તમારા પક્ષની ચિંતા કરો. જે મુદ્દે વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતના કોંગી સભ્યોએ દેકારો મચાવ્યો હતો. જનરલ બોર્ડની બેઠકમાં કોંગી સભ્યોએ ભારે વિરોધકરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા ના વિસ્તારોમાં આવેલ હોટેલ, રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેકસ અને જીગ્નેશિયમને તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે તેની સામે અમારા દ્વારા સુધારા દરખાસ્ત લખી આપીએ છીએ કે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારોમાં આવેલ નાના ઉદ્યોગકારો તેમજ નાના અને મધ્યમ વર્ગના વેપારીઓનો પણ ધંધો કોરોના કાળ દરમ્યાન ચાલ્યો નથી. લોકોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુકિત આપવા અને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગને પત્ર દ્વારા આ સુધારા દરખાસ્ત મંજુર કરી જાણ કરવી જેથી ગુજરાત સરકાર દ્વારા ૨૩/૦૭/૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ ઠરાવમાં પણ નાના ઉદ્યોગકારો અને નાના અને મધ્યમવર્ગના વેપારીઓને પણ સરકારના ઠરાવનો લાભ મળી શકે.
