Gujarat

અરજદારોએ તા.૦૧/૧૦/૨૦૨૨ પહેલા શહેર મામલતદાર કચેરી જામનગર ખાતે અરજી કરવાની રહેશે

જામનગર શહેરમાં આગામી દિવાળી નુતન વર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે પરવાનાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓ તથા શહેરના પ્રદર્શન મેદાન ખાતે શેડ ઉભા કરી ફટાક્ડા વેચાણનું લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓને નિયમ અનુસાર ભાડું વસૂલ કરી પ્લોટ ફાળવવામાં આવશે. આ માટે અરજદારોએ નિયત નમૂનાઓમાં જરૂરી આધાર પુરાવાઓ સાથેની અરજી મામલતદાર, જામનગર શહેરની કચેરી, મહેસુલ સેવા સદન, પહેલો માળ, શરૂ શેકશન રોડ જામનગર ખાતે તારીખ ૦૧/૧૦/૨૦૨૨ સુધીમાં રજૂ કરવાની રહેશે અરજી રજૂ કર્યાથી નિયમ અનુસાર તપાસ અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવા અંગેની કાર્યવાહી હાથ ધરી શકાશે આ અંગેના અરજી ફોર્મ ઉપરોક્ત કચેરી ખાતેથી મળી રહેશે તા.૦૧/૧૦/૨૦૨૨ બાદ રજૂ થયેલ ફટાકડા સંગ્રહ કે વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈપણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહીં તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ જામનગર શહેરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *