Gujarat

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના રોડ શોમાં હરભજન અને રાઘવ ચઢ્ઢા પણ જાેડાયા

અમદાવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો શરુ થયો હતો બાપુનગર વિધાનસભામાં સરસપુર આંબેડકર હોલથી રોડ શો ઢોલ-નગારા સાથે ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં અરવિંદ કેજરીવાલે રોડ શો પહેલા લોકોને કેમ છો કહીને સંબોધ્યા હતા. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન કહ્યુ કે મને એક વ્યક્તિ મળી, તેણે કહ્યુ કે આમ આદમી પાર્ટીને વોટ આપીશ. ભાજપને વોટ આપવાથી કોઈ ફાયદો નથી. વીજળી ફ્રી મળશે. દરેક મહિલાને મહિને ૧૦૦ રુપિયા મળશે. ભાજપને વોટ આપવાથી ગુંડાગિરી વધશે. કેજરીવાલે કહ્યુ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વીજળીના બિલો લઈને આવ્યા છે. ૦ વિજળીના બિલના પુરાવા લઈને આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ૦ વિજળીના બિલના પુરાવા લોકો વચ્ચે ફેંક્યા હતા. રોડ શોમાં હરભજન સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ જાેડાયા. રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ગુજરાતમાં કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે ના નારા છે. ગુજરાતમાં મફત વિજળી, શિક્ષણ, સારી આરોગ્ય વ્યવસ્થા મળશે. મહિલાઓને ૧૦૦૦ રુપિયાની આર્થિક મદદ મળશે. યુવાનોને રોજગાર આપીશુ. રોજગાર નહિ મળે ત્યાં સુધી બેરોજગાર ભથ્થુ મળશે. ૨૭ વર્ષ સુધી શાસન કરનાર ભ્રષ્ટ સરકારને ઉખાડીને ફેંકી દો. ભગવંત માને રોડ શોમાં કહ્યુ કે અમે તમારા અકાઉન્ટમાં ૧૫ લાખ નાખીશુ એવુ નથી કહેતા. પરંતુ તમારા મહિને ૩૦,૦૦૦ પહેલા જ મહિનાથી બચાવીશુ. અરવિંદ કેજરીવવાલ ફ્રીની રેવડી આપે છે તો ૧૫ લાખનુ શું હતુ? ૨૭ વર્ષ જૂની મોંઘવારી, બેરોજગારી અને પેપર ફૂટે છે એવી ચક્કીને બદલવા લોકો તૈયાર છે. આમ આદમી પાર્ટી સર્વેમાં નહિ પરંતુ સરકારમાં આવે છે. અમે ભ્રષ્ટાચારનુ લીકેજ બંધ કરીને પૈસા વાપરીશુ. પંજાબમાં ૯૦૦૦ એકર જમીન નેતાઓ અને તેમના માણસોએ પચાવી પાડી હતી જે અમે છોડાવી દીધી છે. પંજાબમાં મોહલ્લા ક્લિનિક અમે બનાવ્યા છે. અમે ગેરંટી આપી હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરીશુ જેનુ જાહેરનામુ પણ કરી દીધુ છે. ધારાસભ્યોનાં પેન્શનો પણ બંધ કર્યા, જેનાથી કરોડો રૂપિયા બચ્યા, જેનો અમે ઉપયોગ કરીએ છીએ. હવે કહો ક્યાંથી રેવડી થઈ? ટેક્સના પૈસે કોલેજ, મોહલ્લા ક્લિનિક વગેરે બનાવીએ છીએ. અમે પંજાબને મેડિકલ હબ બનાવીશુ. હું ગુજરાત પહેલીવાર આવ્યો હતો કે કંઈક જાેવા મળશે, ગુજરાત મોડલ જાેવા મળશે પરંતુ રોડમાં ખાડા નહિ પરંતુ ખાડામાં રોડ છે. હું અલગ અલગ જિલ્લાઓમાં લોકોને મળ્યો છું. ત્યાંના લોકોને મળ્યો અને પૂછ્યું કોણ ધારાસભ્ય છે, તો કહે ભાજપના છે, પરંતુ જાેવા આવ્યા નથી અને વોટ માગવા આવ્યા નથી એટલે તેઓ લોકો જાેડે જાેડાયેલા જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *