રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામની ડબલ ગોલ્ડ મેડલ મેળવનાર રિમસા ખાન માટે સત્કાર સમારોહ યોજાયો મહુધા તાલુકાના અલીણા ગામ અને મુસ્લિમ સમાજ ની શાન સમી બેચલર ઓફ હોમ સાયન્સ અને ફ્રુડ એન્ડ ન્યુટ્રીશન માં ડબલ ગોલ્ડ મેળવનાર રિમસા ખાન માટે આજે મહુધા તાલુકાના પૂર્વ ધારાસભ્ય નટવર સિંહ બાપુ ..મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ ના આગેવાનો તેમજ અલીણા ગામના સરપંચ સહિત અલીણા અને આજુબાજુ ગામની ના લોકો ની હાજરી માં રિમસા ખાન નું સત્કાર સંભારભ યોજાયો હતો જેમાં પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનો દ્વારા શુભેચ્છા સહિત રોકડ રકમ અને પુરસ્કારો આપવામાં આવ્યા હતા આવેલા તમામ મહેમાનો દ્વારા રિમસા ખાન ના આ કામ માટે બિરદાવા માં આવ્યા હતા.


