Gujarat

અલ-કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ ૧૨ ગામ દ્વારા કુલ ૬૬ નવ યુગલોનો બીજો સમૂહ લગ્ન યોજાયો.

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 તારીખ ૨૦/૧૧/૨૦૨૨ નાં રોજ અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ ૧૨ ગામ દ્વારા નડિઆદ કુરેશ સમાજના સહયોગથી પીરે તરિકત જનાબ હાજી સૈયદ મુબીનુદ્દિંન બાપુની અધ્યક્ષતામાં બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ૬૬ નવ યુગલો લગનગ્રંથિમાં જોડાયા હતા.. આ સમૂહ લગ્નનો મુળ હેતુ સમાજમાં થી કુરિવાજોને નાબૂદ કરવા, તથા ખોટા ખર્ચાઓથી સમાજને બચાવવાનાનાં ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો.
પ્રોગ્રામ ના મુખ્ય મહેમાન તરીકે પીરે તરીકત હાજી સૈયદ મુબીનુદ્દીન બાવા, મુફતી અશરફ રજા બુરહાની રતનપુર, તાજદીનભાઈ હાલાણી, ઉર્ફે (રાજુભાઈ) આણંદ, ઈલ્યાસભાઈ મુલતાની આણંદ, આરીફઅલી (રિયલ) હાડગુડ, હાજી ખમિસાભાઈ સિંધી, તથા શકીલભાઈ સંધી હાજર રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન ખુબજ સરળ ભાષામાં મુફ્તી જનાબ અશરફ રજા બુરહાની (રતનપુર) દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ઐયુબભાઈ ફોજી તરફથી શાબ્દિક સ્વાગત કર્યું હતુ.. જયારે સેક્રેટરી સલીમભાઇ તરફથી આવેલ મહેમાનોનું પરિચય આપવામાં આવ્યો.. હાજી કાલુભાઈ તથા ઈકબાલભાઈ દ્વારા આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.. તથા ટ્રસ્ટ વિશે માહિતી આપવામાં આવી હતી..
સમગ્ર આયોજન નડીઆદ કુરેશ જમાત દ્વારા કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ૧૨ ગામ કુરેશ જમાતનાં વડીલો, અને ખિદમત ટ્રસ્ટની ટીમ હાજર રહી હતી. જેઓ એ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.
છેલ્લે દુઆ જનાબ પીરે તરિકત મુબસ્સિર બાપુ દ્વારા કરવામાં આવી હતી અને તમામ યુગલોને તેમનાં ઉત્તમ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને એક રોટલી ઓછી ખાઈશું પરંતુ બાળકોને શિક્ષણથી ક્યારેય વંચિત નહી રાખીએ તેવો સંદેશ સમાજને પાઠવ્યો હતો.

IMG-20221120-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *