રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
અષાઢી બીજ ના પવિત્ર દિવસે રથયાત્રા ના પાવન તહેવાર નિમિત્તે કઠલાલ નગર માં ૪૧ મી રથયાત્રા ખુબજ હર્ષોલ્લાસ સાથે રામજી મંદિરે થી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
રથયાત્રા રામજી મંદિર થી આઝાદ પોળ,મુખીની ખડકી,ભાવસારવાડ,નાની ખડકી મુખ્ય બજાર સહિત વિસ્તારમાં રહી ને રામજી મંદિર પરત ફરી હતી. જ્યારે સમગ્ર વાતાવરણ જય જગન્નાથ ના નાદ સાથે ભક્તિમય બની ગયું હતું. કઠલાલ નગર ના અલગ અલગ વિસ્તાર મા ભગવાન ના રથ નુ દરેક સમાજ ના લોકો ઉપસ્થિત રહી એકતા અને ભાઈચાર નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ હર્ષોલાસ સાથે છાસ અને ઠંડાપીણા જેવા વિવિધ પ્રકાર ના પ્રસાદ વહેંચી સ્વાગત કરવામાં આવ્યું હતું .જ્યારે કઠલાલ પોલીસ સ્ટાફ અને પીએસઆઈ બી.એમ.માલી દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.


