Gujarat

આંકલાવમાં તસ્કરોએ રોકડ અને દાગીના મળી ૭.૮૮ લાખની ચોરી કરી ફરાર

આણંદ
આંકલાવના નવાખલા ગામમાં રહેતા અને ખેતી કરતાં શંકરભાઈ પૂનમભાઈ ઠાકોર અને તેમના નાના ભાઈ શૈલેષભાઈ ઠાકોર સાથે રહે છે. તેઓ ઉનાળાની ગરમીના પગલે ઘરની બહાર અને મકાનના ધાબા પર પરિવાર સાથે સુઈ રહ્યાં હતાં. આ સમયે ત્રાટકેલા તસ્કરોએ ઘરમાં ઘૂસીને તિજાેરી અને પીપડાના લોકને તોડી અંદર મુકેલા રૂ.૫.૫૦ લાખ રોકડા તેમજ સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂ.૭.૮૮ લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે બન્ને ભાઈઓએ જાેતા ચોંકી ગયાં હતાં અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જાેકે, આ ચોરીમાં કોઇ જાણ ભેદુ હોવાની શંકા છે કારણ કે, તસ્કરોએ સાણસીથી તાળુ તોડ્યું હતું. જે શંકાસ્પદ બાબત છે.આંકલાવમાં તસ્કરોએ ધામા નાંખ્યા હોય તેમ ઉપરા છાપરી ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે તસ્કરોએ નવાખલા ગામે બે ખેડૂતના મકાનને નિશાન બનાવી તેમાંથી રોકડ તથા દાગીનાની ચોરી કરી હતી. તસ્કરો કુલ રૂ.૭.૮૮ લાખની મત્તાની ચોરી કરી હતી. જેને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *