સુરેન્દ્રનગર
પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાના નેતૃત્વમા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય તિરંગા રેલીનું વહેલી સવારે ધ્રાંગધ્રાના ગ્રીનચોકથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો સહીત મોટી સંખ્યામાં શહેરીજનો આ તિરંગા રેલીમાં ઉત્સાહભેર જાેડાયા હતા. દેશના આત્મસન્માન અને ગૌરવનુ ગાન કરતી આ તિરંગા રેલીના પ્રસ્થાન માટે ધ્રાંગધ્રા રામમહેલ મંદિરના સંત મહાવીરદાસજી બાપુ તેમજ સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામી અને સંતોએ આશીર્વાદ આપ્યા હતા.આંબેડકર ચોકમાં બાબાસાહેબના આશીર્વાદ લઈને જય હિન્દના ભવ્યનારા સાથે કાર્યકરોને રાષ્ટ્રસેવાના કાર્યોનું આહવાન આપ્યું હતુ. આ વિશાળ રેલીમાં બાઈક સવારો અને ફોર વ્હીલ ગાડીનો કાફલો તિરંગાની શાનને લહેરાવતો આ યાત્રામા જાેડાયો હતો.ધ્રાંગધ્રામાં ભવ્ય તિરંગા યાત્રા નિકળી હતી. આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના અમૃત મહોત્સવ અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાની અધ્યક્ષતામા ધ્રાંગધ્રાથી તિરંગા યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં સંતો-મહંતો, વેપારીઓ અને દરેક સમાજના આગેવાનોએ રેલીનું ઉત્સાહ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.


