ગાંધીનગર
લોકોએ બિનસચિવાલયની પરીક્ષા રાજ્યમાં મોટામાં મોટી પરીક્ષા ગણાવી છે અને આ મોટી પરીક્ષા છે કે જેમાં અત્યાર સુધી એક કે બે વખત મુલ્તવી રાખી હતી અને હવે શાંતીથી પૂર્ણ થઇ ગઈ. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રાજ્યમાં શાંતિથી સંપન્ન થઈ હતી. અગાઉ ત્રણવાર રદ થયેલી પરીક્ષા આખરે પૂર્ણ થતા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પરીક્ષા વિશે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એ.કે. રાકેશે જણાવ્યું કે, રાજ્યમાં મોટામાં મોટી પરીક્ષા હતી. ૧૦.૪૫ લાખ કરતાં વધુ ઉમેદવારો નોંધાયા હતા. જેની સામે ૪,૦૧,૪૨૩ એટલે કે ૩૮ ટકા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ છે. રાજ્યના વહીવટી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સહકાર સારો મળ્યો હતો. કોઈ વિવાદ વગર આ પરીક્ષા પૂર્ણ થઈ. તેમણે વધુમાં કહ્યુ કે, પરીક્ષાના સંચાલન સાથે જાેડાયેલા હતા તે તમામનો આભાર. ર્ંસ્ઇ શીટ તમામ ૩૨ જિલ્લામાંથી આવી જશે, દૂરના જિલ્લામાંથી આવતા રાત થઈ શકે છે. તેના બાદ એક કલાકમાં સ્કેન કરીને અપલોડ કરી દઈશું. ૫ વાગ્યા સુધીમાં તમામ ર્ંસ્ઇ શીટ વેબલિંક પર જાેઈ શકાશે. જગ્યા લિમિટેડ છે એટલે તમામ ઉમેદવાર સફળ ના થાય તેવુ પણ બને, પણ જે ના થાય એ અન્ય પરીક્ષામાં મહેનત કરે અને સારું પરિણામ મળે એવી શુભેચ્છા. અગાઉ હેડ ક્લાર્કની ૨૦ માર્ચે પરીક્ષા થઈ હતી ત્યારે ઓછી હાજરી અને આજની પરીક્ષામાં પણ ઓછી હાજરી હોવાથી મંડળ પર ઉમેદવારોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા છે એવો સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે અગાઉની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. ઇછઝ્ર કમિટી દ્વારા અગાઉ પેપર તૈયાર કરતા હતા. હવે કલેક્ટરના નેતૃત્વમાં અમે કમિટી બનાવી છે. પોલીસમાં ડ્ઢઅજીઁ ને જગ્યાએ જીઁ ને મેમ્બર બનાવ્યા છે. અગાઉ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં પેપર મોકલતા, પણ હવે ગાંધીનગરમાં પહેલા પેપર આવે અને જે તે જિલ્લામાં મોકલવામાં આવે છે. તમામ લેવલ પર વિડિયોગ્રાફી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પેપર મોકલીએ છીએ. આ વખતે સ્પેશિયલ સિક્યોરિટી પેકિંગનો ઉપયોગ કર્યો છે. જાે કોઈ છેડછાડ કરે તો ખ્યાલ આવી જાય એવા પેકીંગનો ઉપયોગ કર્યો છે. ઉમેદવાર કેન્દ્રમાં જાય એ પહેલા જ સ્ક્રીનીંગ કરીને પ્રવેશ આપ્યો છે. પરીક્ષામા ગેરરીતિની ફરિયાદ વિશે જણાવ્યુ કે, દ્વારકા અને સાબરકાંઠામાં ૧-૧ એમ કુલ બે જેટલી ગેરરીતિની ઘટના સામે આવી છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા સમયે એક જગ્યાએ સ્માર્ટ વોચ અને અન્ય એક જિલ્લામાં બ્લુ ટૂથ લઈને પ્રવેશની ઘટના બની હતી. પેપર ટ્રેકિંગ કરવા માટે પણ એક એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે. પેપર અને ર્ંસ્ઇ શીટ ક્યાં છે એ અમે જાણી શકીએ એ માટે એપ્લિકેશન વાપરી છે. ૭ સેન્સટિવ જિલ્લામાં સુપરવિઝન માટે ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગરમાંથી મૂકવામાં આવ્યા હતા, સચિવ અથવા કલેકટર કરતા સિનિયર અધિકારીઓની મદદ લીધી હતી. સંવેદનશીલ જિલ્લાઓના ઉમેદવારોને અન્ય જિલ્લામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. પરીક્ષામાં નોંધણીની સામે ઓછી હાજરી વિશે તેમણે ઉમેર્યુ કે, જે સિરિયસ ઉમેદવારો હતા એમણે જ પરીક્ષા આપી હોય, જેમને પરિણામ હકારાત્મક મળવાની શક્યતા ના લાગતી હોય એ પરિક્ષાથી દૂર રહ્યા હોય એટલે હાજર ઉમેદવારોની સંખ્યા ૩૮ ટકા રહી હોય એવું બની શકે. અમદાવાદ અને ગાંધીનગરની ર્ંસ્ઇ શીટ વહેલી મળે એટલે એ પહેલા અપલોડ થઈ જશે, ઉમેદવારો તરત તેમની ર્ંસ્ઇ શીટ જાેઈ શકશે. ૧૦ દિવસમાં આન્સર કી અપલોડ કરીશું.