આગામી પાંચમી ડિસેમ્બરે યોજાનાર ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓને લઈ પૂર્વપટ્ટીના છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી માં ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી પહેલી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા મત વિસ્તારના મતદારો, નાગરિકોની જાહેર સભા ને સંબોધન કરશે
ડભોઈ રોડ ઉપર આવેલ સેવાસદનની બાજુ માં સભા નું આયોજન કરવામાં આવ્યુ સભા મંડપ તેમજ સભા સ્થળની બિલકુલ પાછળ ના ભાગે ત્રણ હેલિપેડ બનાવવાની કામગીરી યુધ્ધ ના ધોરણે શરૂ કરી દેવામાં આવી બે દિવસમાં 50 ટકા કામગીરી પૂર્ણ
જાણવા મળ્યા મુજબ આગામી 1 ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાઓ માટે પ્રચાર અર્થે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા અને ભાજપની વિજય ભૂમિ ગણાતા બોડેલી માં ચૂંટણી લક્ષી સભાને સંબોધન કરશે આ સભામાં છોટાઉદેપુર જિલ્લાની સંખેડા,પાવી જેતપુર, તેમજ છોટાઉદેપુર મળી કુલ ત્રણ વિધાનસભા બેઠક ના ઉમેદવારો ના ચુંટણી પ્રચાર અર્થે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ વિધાનસભા મત વિસ્તારના જન સભા સંબોધશે જેણે લઈ હાલ સભા સ્થળ તેમજ હેલિપેડ સ્થળ સહિતની તમામ કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે જ્યારે આ સભા સ્થળ તેમજ હેલિપેડ સ્થળ ની રાજ્ય ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મુલાકાત ના દોર શરૂ કરી દીધા છે અને જરૂરી તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


