ભાવનગર FIRE & RESCUE ટીમને આધુનિક સાધનો આપવા માટે મહેશ વેગડ દારા કલેકટર ભાવનગર અને જિલ્લા વિકાસ અધિકારી ભાવનગરને લેખિત રજુઆત કરવામાં આવી.
થોડા મહિના અગાવ જે ગુજરાડા શેત્રુજય નદીમાં યુવક ડૂબ્યો હતો તે સમયે ભાવનગર FIRE & RESCUE ટીમ સતત બે દિવસ સુધી ખુબજ મહેનત કરી હતી પણ તેમ છતાં યોગ્ય પરિણામના મળતા રાજકોટ FIRE ટીમને સ્થળે બોલાવવામાં આવી હતી અને રાજકોટ FIRE ટીમ પાસે આધુનિક સાધનોના લીધે ડૂબેલો યુવક મળિયો હતો અને એ સમયે ભાવનગરના જાગૃત આગેવાન મહેશ વેગડ તે કામગીરીમાં હતા અને આજે તેના દારા અરજી કરવામાં આવી છે કે આવા અત્યાધુનિક સાધનો ભાવનગર FIRE ટીમને આપવામાં આવે જેથી કરીને આપણી ભાવનગર FIRE ટીમની કામગીરી સાધનોના અભાવના લીધે નિષ્ફ્ળ નીવડે છે તેના બદલે સફળતા મળે.


