Gujarat

આજકાલ વિદેશમાં લગ્ન કરવાનું ચલણ વધતા એવા ચોંકાવનારા કિસ્સા જાેવા મળ્યા કે,….

સુરત
આજકાલ વિદેશમાં લગ્ન કરવાનું ચલણ વધી રહ્યુ છે. પરંતુ જાે એનઆરઆઈ યુવક અંગે જાે પુરતી તકેદારી રાખી ન હોય તો દીકરીનો સંસાર ભાંગી શકે છે. વકીલોના ટેબલ અ્‌ને ફેમિલી કોર્ટ સુધી આવા મામલા આવી રહ્યા છે, જેમાં ચોંકાવનારા કિસ્સા જાેવા મળ્યા છે. અનેક કેસમાં એવું થાય છે કે લગ્ન બાદ પતિ પત્નીને વિદેશ લઇ જ જતો નથી . સતત બહાના કાઢ્યા કરે છે. ઉપરાંત લઇ જાય તો ત્યાં માત્ર કામ કરાવવા જ લાવ્યો હોય એવી સ્થિતિ પત્નીની થઈ જાય છે. કેટલાંક કેસમાં તો એવું પણ બન્યું છે કે લગ્ન કરીને લઇ જાય અને ત્યાં અગાઉથી જ તેણે અન્ય કોઈ સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા હોય. જાે કે, એવું નથી કે માત્ર પતિ જ ત્રાસ આપે છે. એનઆરઆઇ પત્ની પણ ત્રાસ આપતી હોય છે. એડવોકેટ પ્રીતિ જાેષી કહે છે કે અનેક લગ્નો એવાં હોય છે, જેમાં લોભ, પ્રલોભન કે છેતરપિંડી આચરીને યુવતીઓને લઇ જવામાં આવે છે. ત્યાં ત્રાસ અપાતાં તે પાછી આવી જાય છે. માતા-પિતાની જવાબદારી છે કે, લગ્ન કરતા પહેલાં પુરતી માહિતી મેળવ લે. ઘણા કેસ એવા પણ છે જેમાં દંપતી સમજુ હોય છે. કેનેડાના રાજેશના લગ્ન સુરતની સરિતા સાથે થયા હતા. બાળક અવતર્યા બાદ બંને વચ્ચે તકરાર થતાં સરિતા સુરત આવી ગઈ. પુત્રએ અભ્યાસ માટે વિદેશ જવું હોય કાગળો પર પતિની સંમતિની જરૂર હતી. પતિએ તરત જ સંમતિ આપી દીધી હતી. બારોડલીના રમેશના લગ્ન અમેરિકાની મહિમા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અમેરિકા ગયો તો પત્નીના ત્રાસથી પરત આવી ગયો. પત્નીએ ભારત આવી પતિ પર કેસ કર્યો. આ કેસમાં કોર્ટે સ્ટે આપ્યો છે. કેનેડાના પતિના લગ્ન સુરત થયા હતા. બંને વચ્ચે ઝઘડા શરૂ થતાં પત્ની પુત્ર સાથે સુરત આવી ગઈ. તેણે પુત્ર સાથે વિદેશમાં સેટ થવું હોય પતિની સહિની જરૂર હતી જે ન કરી આપતા કોર્ટ કેસ થયો.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *