Gujarat

આજના જેવું પ્રોત્સાહન રોજે રોજ બાળકોને વાલીઓ દ્વારા ઘરેથી મળતું રહેવું જોઈએ.: જિલ્લા આરોગ્ય અધિકારી

         શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શનિવારે બપોરે 12:00 કલાકે છોટાઉદેપુર તાલુકાના ચીસડીયા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા આરોગ્ય અધિકારી ની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ૧૭  બાળકીઓ સહિત કુલ ૩૫ બાળકોને કંકુ તિલક કરી સ્કૂલકીટ અને ચોકલેટ આપી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રોત્સાહિત કરીને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
        કાર્યક્રમને સંબોધિત કરતા જિલ્લા આરોગ્ય અધિકારીએ બાળકોનાં વાલીઓ અને શિક્ષકોને ઉદ્દેશીને જણાવ્યું કે, આજે જેવી રીતે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ ગામના આગેવાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તેવી જ રીતે આ કૂમળા મનના નાનકડા ભૂલકાઓને રોજેરોજ ઘરેથી વાલીઓ દ્વારા પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી નાના બાળકોને ભણવા પ્રત્યે એક વિશેષ આકર્ષણ સાથે જિજ્ઞાસા ઊભી થઈ શકે છે.
         કાર્યક્રમ પછી જિલ્લા આરોગ્ય અધિકારી એ શાળાના શિક્ષકો, એસએમસી અને વાલીઓ સાથે વિશેષ ચર્ચાગોષ્ઠી કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય ગુમાનભાઈ રાઠવા અને તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઇ રાઠવા અને ગામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગામલોકોએ ઉપસ્થિત રહીને શાળાના સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

shala-praveshotsav-2506-phtos-01-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *