આપણે જણાવવાનું કે બી.આર.એસ.ની ડિગ્રી એ સ્નાતક કક્ષાની ડિગ્રી છે
કે જેમાં કૃષિ અંગેના અને ગ્રામ વિકાસને લગતા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. આખા ગુજરાતમાં લગભગ 14થી પણ વધારે ગ્રામ વિદ્યાપીઠોમાં આ બી.આર.એસ.નો સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવે છે. તેથી દર વર્ષે અંદાજીત 1000 થી 1200 જેટલા વિદ્યાર્થીઓ બહાર પડે છે કે કૃષિ ક્ષેત્ર તથા ગ્રામ વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.
વધુમાં જણાવવાનું કે, ગ્રામવિદ્યાપીઠોમાં ગાંધી વિચાર આધારીત નઈ તાલીમ પધ્ધતિ મુજબ શિક્ષણ આપવામાં આવે છે, વિદ્યાપીઠોમાં વિદ્યાર્થીઓ કૃષિ, ગ્રામવિકાસ અને વ્યવસ્થાપન,સમુહ જીવન ના પાઠો શીખે છે. જે ગ્રામોદ્ધાર માટે ખુબજ ઉપયોગી સાબીત થઇ રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી શ્રી નું આત્મનિર્ભર ભારતનું સપનુ છે તે આત્મનિર્ભર ગામડા થકી જ સાકાર થશે અને આ આત્મનિર્ભર ગામડાના નિર્માણ માટે ગ્રામ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ખુબજ કારગર સાબીત થાય એમ છે. ગ્રામ વિદ્યાપીઠોમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ મોટે ભાગે ખેતી,પશુપાલન અને મજુરીયાત વર્ગના આવે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


