સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સમગ્ર ગુજરાતમાં જેનું શૈક્ષણિક ક્ષેત્રે આગવુ નામ ગુંજે છે. અને વિચારક્રાંતિ અભિયાનના પ્રણેતા સંન્માનીય ગીજુભાઈ ભરાડ સાહેબે સાવરકુંડલા શહેરના માનવમંદિરની શુભેચ્છા મુલાકાત લીધી આ પ્રસંગે તેઓશ્રીનું પ.પૂ.ભક્તિરામબાપુ દ્રારા શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યુ. માનવમંદિરની મુલાકાત અને પરિચય બળવંતભાઈ મહેતા અને હિતેષભાઈ રવિયાએ આપેલ. નવનિર્મિત ભોજનાલય માટે રૂપિયા એક લાખની માતબાર રકમ માનવમંદિરને ભેંટ આપેલ.