નિયામક યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા વિકાસ અધિકારી અને જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે પરંપરાગત લોક્સંસ્કૃતીનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે “ આઝાદી કા અમૃત મહોત્સવ”ની થીમ આધારિત સંસ્કૃતિક કાર્યક્રમ શાસ્ત્રીબાગ છોટાઉદેપુર ખાતે આજે સાંજે ૦૫:૩૦ કલાકે યોજાશે. શાસ્ત્રી બાગ ખાતે યોજાનારા આ કાર્યક્રમને માણવા માટે છોટાઉદેપુર જિલ્લાની જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
