અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરિસ જાેન્સનનું સ્વાગત કરશે. તેઓ સૌપ્રથમ રોડ શો કરી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જશે. ત્યાર બાદ તેઓ વડોદરાના હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. બોરિસ જાેન્સનની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું છે કે ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન સાથે તેમની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી. તેઓ વડાપ્રધાન મોદીને ૨૨ એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે. બ્રિટન યુરોપીય સંઘથી જાેડાણ તોડી ચૂક્યું છે. હવે ભારત સાથે વેપારથી જાેન્સન પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે ઉપભોક્તા વસ્તુઓના ક્ષેત્રમાં સહયોગની આશા લઇને આવી રહ્યા છે. ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓના અવસરોનું સર્જન કરવા માટે પણ બંને દેશો આતુર છે, સાથે જ બ્રિટનમાં ૫૩ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે. બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને ૨.૮૯ લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જાેન્સનનો ભારત પ્રવાસ ૨૦૨૦થી ટળતો આવ્યો છે. ૨૦૨૧માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. એમાં ૨૦૩૦ સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં ૫૩૦૦ કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્યું છે. હવે ૨૦૩૫ સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે.રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ૨૧મી એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેન્સન તેમના ભારત પ્રવાસની ગુજરાતથી શરૂઆત કરશે. બોરિસ જાેન્સન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. ૨૧મીએ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. વડાપ્રધાન બોરિસ જાેન્સન એરપોર્ટથી ગાંધીઆશ્રમ રોડ શો કરીને જશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ પહોંચશે. જેની મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જાેડાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ સ્ટેજ પણ બનાવવામાં આવશે.
