સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ તારીખ ૨૫-૪-૨૦૨૨ એટલે વિશ્ર્વ મેલેરિયા દીવસ નિમિત્તે સાવરકુંડલા શહેરનાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસ નિમિત્તે. સાવરકુંડલા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આશા બહેનો, નર્સ બહેનો, એમ.પી.એચ.ડબલ્યુ, ભાઈઓને સુપરવાઇઝર શ્રીઓ , ડોક્ટર્સ દ્વારા હાઉસ હાઉસ સર્વે કરી મેલેરિયા અટકાવવાના તમામ ઉપાય તેમજ સારવાર સમજણ આપવામાં આવી.આ દિવસે લોકોને મેલેરિયાથી બચવા અથવા મેલેરિયા ન ફેલાય તે અંગે નીચેની બાબતોનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ એ વિશે પણ સમજ આપવામાં આવી. મેલેરિયાથી બચવા માટે પહેલાં મચ્છરોને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતા અટકાવો. એ માટે તમારી આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો. સ્થિર પાણીમાં મચ્છરોને પેદા ન થવા દો. એ માટે, વરસાદ શરૂ થાય તે પહેલાં ઘરની નજીકની ગટરોની સફાઈ કરાવી દો અને રસ્તાઓ પરના ખાડાઓને પૂરી દો. સમયાંતરે ઘરના ખૂણે-ખૂણે જંતુનાશકોનો છંટકાવ કરતા રહો. ઘરની અંદર કે આજુબાજુના કુલર, એસી, કુંડા અને ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું. પાણીની ટાંકીઓને પણ બરાબર ઢાંકી રાખો.