Gujarat

આજે સૂર્ય પૃથ્વીથી નજીક તેમ છતાં ભારતમાં ઠંડી

ભાવનગર
ઉત્તર ગોળાર્ધ એટલે ભારત સહિતના દેશોમાં આ સમયગાળામાં દિવસની અવધિ ટૂંકી અને રાતની અવધિ મોટી રહે છે. તો આનાથી ઉલટું દક્ષિણ ગોળાર્ધ બને છે. જાે કે શિયાળાનો સંબંધ કે ઉનાળાનો સંબંધ પૃથ્વીના વંકન સાથે છે નહીં કે સૂર્યના પૃથ્વીના અંતર સાથે. પૃથ્વી સૂર્યથી સરેરાશ ૧૫૦ મિલિયન કિલોમીટરના અંતરે પરિભ્રમણ કરે છે. પરંતુ તા.૪ જાન્યુઆરીને મંગળવારે મધ્ય રાતના સમયે આમાંથી પાંચ મિલિયન કિલોમીટર અંતર ઓછું રાખી પૃથ્વી સૂર્ય પાસેથી પસાર થશે. આને ખગોળીય ભાષામાં પેરિહેલિયન કહે છે.તા.૪ જાન્યુઆરીને મંગળવારે ૧૨.૧૨ કલાકે મધ્ય રાત્રે એક અગત્યની ખગોળીય ઘટના બનશે. પૃથ્વી સૂર્યની નિકટથી પસાર થશે. દર વર્ષે તા.૩ કે તા.૪ જાન્યુઆરીએ આ ઘટના બને છે. આ દિવસે આપણી પૃથ્વી વર્ષમાં એક વખત સૂર્યની તદ્દન નજીક રહીને પરિક્રમણ કરે છે.જાે કે સૂર્યથી નિકટ હોવા છતાં આ સમયગાળામાં આપણા ભારત સહિ?તના ઉત્તર ગોળાર્ધના દેશોમાં ઠંડી અને શિયાળાની ઋતુ હોય છે. આવું કેમ બને ? આનું કારણ એ છે કે પૃથ્વીની અક્ષ નમેલી છે. આપણી પૃથ્વી વર્ષમાં એક વખત સૂર્યની તદ્દન નજીક રહીને પરિક્રમણ કરે છે. જેને પેરિહેલીયન એવું ખગોળીય નામ આપવામાં આવ્યું છે. ગ્રીક ભાષામાં પેરીનો અર્થ નજીક અને હેલીયોસનો અર્થ સૂર્ય થાય છે. એટલે કે સૂર્યનું તદ્દન નજીક હોવું.જાે કે આ સમયગાળામાં આપણા ભારત સહિ?તના ઉત્તર ગોળાર્ધના દેશોમાં ઠંડી અને શિયાળાની ઋતુ હોય છે. આવું કેમ બને ? આનું કારણ એ છે કે પૃથ્વીની અક્ષ પર નમેલી છે. પૃથ્વી સૂર્યની વિષુવ અક્ષ સાથે ૨૩ ૧/૨ અંશનો ખૂણો પોતાની ઉત્તર – દક્ષિણ ધરીને રાખી ગતિ કરે છે આથી ઉત્તર ગોળાર્ધ પૃથ્વી સૂર્યની નજીક હોવા છતાં દુર રહે છે અને શિયાળો અનુભવે છે. જે ચિત્રમાં દર્શાવ્યા મુજબ છે. ઉત્તર ગોળાર્ધમાં અને ભારત જ્યાં છે તે કર્ક વૃતમાં સૂર્યના કિરણો દૂર રહે છે. તેનું કારણ પણ પૃથ્વીનું વાંકુ ધરી પર ફરવું તે છે. નહીં કે સૂર્યનું નજીક હોવું આથી જ સૂર્યની તદ્દન નજીકથી પૃથ્વી પસાર થતી હોવા છતાં ભારતમાં તો શિયાળાની કડકડતી ઠંડી જ રહે છે.

The-earth-is-closer-to-the-sun.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *