આ અનોખા કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય તૃતીયગૃહ યુવરાજ પ.પૂ. ગોસ્વામી 108 ડૉક્ટર વાગીશબાવા છોટાઉદેપુર દ્વારકાધીશ હવેલીમાં પધાર્યા હતા. છોટાઉદેપુર નગરના વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વૈષ્ણવોને બ્રહ્મસંબંધ આપવા ઉપરાંત વૈષ્ણવાચાર્ય એ પુષ્ટિમાર્ગ અંતર્ગત ધાર્મિક પ્રવચન અને સમજણ આપી હતી. વૈષ્ણવાચાર્ય વાગીસબાવા ના વરદ હસ્તે સૌરભભાઈ શાહના નિવાસ્થાને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૧૫૦ જેટલા ગરીબોને અનાજ તથા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ આગેવાનો ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર