આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઉર્જા મંત્રાલય દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર 2047 વીજ મહોત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર, બોડેલી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત છોટાઉદેપુર પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહ તડવી અતિથિ વિશેષ તરીકે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન બારિયા, જિલ્લા પંચાયત સભ્યો, અને એમ જી.વી. સી.એલ ના એન્જિનિયર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશની આધારશીલા એ વીજળી છે, 20 વર્ષ પહેલા વીજ ક્ષેત્રે આ પરિસ્થિતિ નહોતી પરંતુ આજે વીજ ક્ષેત્રે ગુજરાતે અને ભારતે એટલી ઉપલબ્ધિ હાંસલ કરી છે, કે અન્ય દેશોમાં પણ ભારત વીજળીની નિકાસ કરી શકે તેમ છે. ગુજરાતમાં સોલરપ્લાન્ટ અંગે જાગૃતિ ફેલાવવાની પહેલ જો કોઈએ કરી હોય તો તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમજ મહાનુભાવોના હસ્તે ખેતીવાડી અને કુટીર જ્યોત ના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે જ્યાં 24 કલાક વીજળી પ્રાપ્ત થાય છે અને અન્ય રાજ્યમાં પણ આજે 24 કલાક વીજળી પ્રાપ્ત થાય છે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શક્ય બન્યું છે.વીજ કર્મીઓ 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી રહ્યા છે.વીજળી થકી ગામડામાં રોજગારીનો અવસર મળ્યો છે.ગામડાઓમાં ઉદ્યોગો ખૂણેખૂણે વિકસ્યા છે.
ત્યાર બાદ મલકાબેન પટેલ છોટાઉદેપુર દ્વારા જણાવવામાં આવેલ હતું કે વીજળીના વ્યાપશ્ચ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય છે અને વિદ્યાર્થીઓ વીજળીની વ્યાપક ઉપલબ્ધતાને કારણે આજે ઝળહળતી સફળતા મેળવી રહ્યા છે રાજય સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે ભાજપ સરકાર સતત ચિંતિત છે. છેવાડાના માણસનું જીવન ધોરણ પણ ઊંચુ આવે તે માટે સરકાર દ્વારા ગુણવત્તાસભર સેવાઓ પુરી પડાય છે. તેમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું. ફાયદાઓ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, વીજળીના માધ્યમથી સ્માર્ટફોન તેમજ ઇન્ટરનેટ સેવા વધુ વ્યાપક બની છે.
દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત વીજ મહોત્સવ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૭૫ વર્ષમાં વીજક્ષેત્રે થયેલી કામગીરી જન-જન સુધી પહોંચે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર