ભરત ગંગદેવ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયત કુંકાવાવ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમો માટે પહેલ કરવામાં આવી છે. કુંકાવાવ તાલુકા પંચાયતની IRDP શાખા દ્વારા #HarGharTiranga સૂત્ર થકી આઝાદીના ૭૫ વર્ષના ઉજવવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અભિયાન સાથે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નાગરિકોમાં સ્વચ્છતા માટે જાગૃત્તિ આવે તે માટે ભીંતસૂત્રો લખવામાં આવ્યા. સ્વચ્છતાલક્ષી ભીંતસૂત્રો દ્વારા લોકોને સ્વચ્છતા માટે સમજ આપવામાં આવી હતી.
