Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં માઈમનું આયોજન થયું 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ,સાવરકુંડલામાં તારીખ ૧૨/ ૮/ ૨૦૨૨ ના રોજ માઇમનું આયોજન થયું, જેમાં કુબાવત જાનવી પ્રવીણભાઈ, પઠાણ રાબિયા ઈબ્રાહીમભાઇ, ભટ્ટી સરેના રજાકભાઈ, કિલજી કૃપાલી મહેશભાઈ તથા ચૌહાણ જાનવી મુકેશભાઈએ ભાગ લીધો. માઈમનું  આયોજન પ્રા. ડો. રૂક શાનાબેન કુરેશીએ કર્યું.  પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે સૌને અભિનંદન પાઠવ્યાં. આ ઉપરાંત પ્રા. છાયાબેન શાહે નિબંધ સ્પર્ધા નું આયોજન કરેલું, જેમાં ૫૫ બહેનોએ ભાગ લીધો ,જેના નિર્ણાયક તરીકે શ્રી ચંદ્ર પ્રભાબેન મુનિએ સેવા આપી. નિબંધ સ્પર્ધામાં મકવાણા રિદ્ધિ એન. પ્રથમ ,સાગધરા કવિતા ગોવિંદભાઈ બીજા તથા ચુડાસમા કવિતા ભરતભાઈ, રાઠોડ દ્રષ્ટિ રાજેશભાઈ તથા મણિયાર સાક્ષી મુકેશભાઈએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો .બંને કાર્યક્રમના આયોજનમાં સમગ્ર સ્ટાફનો સહકાર રહયો. પ્રિન્સિપાલસિંહ ચાવડા સાહેબે નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને તથા નંબર મેળવનાર બહેનોને અભિનંદન પાઠવ્યા.

IMG-20220812-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *