Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત DGNCC દ્વારા ભારતમા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને એમના પરિવારના સભ્યોને  મોમેન્ટો આપીને સન્માન કરવાનુ આયોજન કરેલ છે

 તે અનુસાર છોટાઉદેપુર જિલ્લામા શહીદ થયેલા વીર જવાન કંવાટ તાલુકાના મોરાગણા ગામના રાઠવા ગોરધનભાઈ કલજીભાઈ તારીખ 4/6/2004 મા કાશ્મીર ના રાજોરી પૂછં વિસ્તારમા ઓપરેશન રક્ષક અભિયાન અંતર્ગત આતંકવાદીઓ સાથે લડતા ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા અને દેશની રક્ષા કરતા કરતા પોતાની જાનની પરવા કર્યા પોતાના જાનની દેશ માટે બલિદાન આપ્યુ હતુ તો છોટાઉદેપુર જિલ્લામા એક માત્ર મરણોત્તર શૌર્ય ચક્ર પદક થી સન્માનિત થયેલ હતા આવા વીર જવાનને 3ગુજરાત બટાલિયન એનસી સી વડોદરા દ્વારા છોટાઉદેપુર એસ.એન કોલેજના એનસીસી કેડેટ અને એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ દિપકકુમાર વડેરા તથા સૂબેદાર નરેશકુમાર વગેરેએ એસ.એફ.હાઈસ્કૂલ ના પ્રટાંગણ મા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમા મોટી સંખ્યા માં લોકોની હાજરીમાં વીર જવાન રાઠવા ગોરધનભાઈ ને શ્રદ્ધા સુમન અર્પિત કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને રાઠવા ગોરધનભાઈ ના ધર્મ પત્ની રમીલાબેનને મોમેન્ટો આપીને સન્માન કરવામા આવ્યુ હતુ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220321-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *