Gujarat

આણંદના સરસ્વતી દાળમીલના ૩.૨૭ લાખના કઠોળ લઈ ટ્રકચાલક ફરાર

આણંદ
આણંદના વાસદ ખાતે આવેલી સરસ્વતી દાળ મીલમાં ૧૬મી જૂનના રોજ ટ્રકમાં જુદા જુદા કઠોળના ભરેલા કટ્ટા કુલ ૩૫૭૦ કિલોગ્રામ કિંમત રૂ.૩ લાખ ૨૭ હજાર ૪૨૦ ભરી બહાર મોકલ્યાં હતાં. જાેકે, ટ્રકના ચાલક રાહુલ હરિચંદ વિશ્વકર્મા (રહે.નરોડા, અમદાવાદ મૂળ રહે.આઝમગઢ, યુપી) અને ક્લિનર વિજય (રહે.જીએ મન્સુરી ટ્રાન્સપોર્ટ)એ આ માલ ક્યાંક સગેવગે કરી દીધો હતો.ટ્રાન્સપોર્ટર ગનીભાઈ આદમભાઈ મન્સુરી વારંવાર ફોન કરવા છતાં ડ્રાઇવર અને ક્લિનર સંપર્કમાં આવતાં નહતાં. આથી, કંઇક અજુગતુ થયાનું લાગતા વાસદ દાળ મિલ પર તપાસ કરી હતી. આમ છતાં કોઇ ભાળ ન મળતાં શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન ટ્રક પાલેજ જીઆઈડીસી ખાતે બિનવારસી હાલતમાં મળી આવી હતી. આથી, રાહુલ અને વિજયે કઠોળનો જથ્થો સગેવગે કરી પોબારા ભણી ગયાંનું લાગતાં ગનીભાઈ મન્સુરીએ આ અંગે વાસદ પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ આપતાં પોલીસે રાહુલ અને વિજય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વાસદની દાળ મીલમાંથી સવા ત્રણ લાખનું કઠોળ ભરી નીકળેલી ટ્રકના ચાલક અને ક્લીનરે જથ્થો સગેવગે કરી ટ્રકને પાલેજમાં બિનવારસી હાલતમાં છોડી દીધી હતી. આ અંગે વાસદ પોલીસે બન્ને સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *