આણંદ
આણંદ સ્થિત ઈરમા દ્વારા પ્લેસમેન્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ૪૩૧ જાેબ ઓફર કરાઇ હતી તથા ૧૯ વિદ્યાર્થીઓનું ઇન્ટર્નશીપ દરમિયાન પ્રિ-પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટમાં સૌથી વધુ રૂ. ૨૬.૫૦ લાખ વાર્ષિક (ગત વર્ષ કરતાં ૩૯.૪૭% વધારો) તેમજ મધ્યમ રૂ. ૧૫ લાખ (ગત વર્ષ કરતાં ૪૮.૫૧% વધારો) અને સરેરાશ ૧૪.૩૩ લાખ (ગત વર્ષ કરતાં ૩૪.૬૭% વધારો) વાર્ષિક પગારની ઓફર કરવામાં આવી હતી. આ પ્લેસમેન્ટમાં જીસીએમએમએફ, ડેરી, સહકારી મંડળીઓ, બેંકો, એનબીએફસીએસ, કૃષિ વ્યવસાયો, કન્સલ્ટિંગ અને વિકાસ ક્ષેત્ર સંસ્થાઓ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ઓફર કરેલી જગ્યાઓ વેચાણ અને માર્કેટિંગ, ઉત્પાદન વ્યવસ્થાપન, સપ્લાય ચેઇન કાર્યો, આંતરરાષ્ટ્રીય વેપાર, વ્યૂહરચના, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીને લગતી રહી હતી. આ વર્ષે કેટલાક મુખ્ય ભરતીકારોમાં ફ્લિપકાર્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમુલ), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, ક્રેડ એવન્યુ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, ગોદરેજ એગ્રોવેટ લિ., આઈટીસી લિ., ગ્રાન્ટ થોર્ન્ટન એલએલપી, લિશિયસ, ટાટા સ્ટીલ, વેદાંતા સીએસઆર, યસ બેન્ક, સમુન્નતિ નાણાકીય મધ્યસ્થી સર્વિસીસ પ્રા. લિ., આઈડીએફસી ફર્સ્ટ બેંક, ધ્વની ગ્રામીણ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ, અદાણી વિલ્મર લિ., ફ્યુચર ગ્રુપ, ધરમપાલ સત્યપાલ ગ્રુપ, જિયો પ્લેટફોર્મ્સ લિ., ડીસીએમ શ્રીરામ, મેટ્રો કેશ એન કેરી, મોર રિટેલ, રિલાયન્સ રિટેલ તથા વર્ગીસ કુરિયન પોલિસી લેબ, ઇરમા, હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જાેબ પ્લેસમેન્ટ મેળામાં દર વર્ષે દેશ-વિદેશની અનેકવિધ કંપનીઓ હાજર રહેતી હોય છે અને તેઓ ઈરમાના કુશળ વિદ્યાર્થીઓ પર પસંદગીનો કળશ ઢોળતી હોય છે.આણંદ સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા) ખાતે પ્લેસમેન્ટ વીક દરમિયાન પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ), પીજીડીએમ (આરએમ)ની બેચના તમામ ૨૫૧ વિદ્યાર્થીઓએ જાેબ મેળવી હતી. જેમાં સૌથી વધુ પેકેજ ફ્લિપકાર્ટ દ્વારા ૨૬.૫૦ લાખ વાર્ષિક પગારની ઓફર કરવામાં આવી હતી.
