Gujarat

આણંદમાં વીજચોરી ઝડપાતા ૫.૫૯ લાખનો દંડ કરાયો

આણંદ
આણંદ, વિધાનગર, ઉમરેઠ સહિત ખંભાત, પેટલાદ પંથકમા એમજીવીસીએલની વિજિલન્સની ૨૭ જેટલી ટીમોએ દરોડા પાડીને વીજ ચેકિંગ કરાયું હતું.જેમાં ઘરવપરાશ, ઉદ્યોગો, વાણિજ્ય, ખેતીવાડીના કુલ ૩૩૩ કનેકશનો ચેક કરાયા હતા જે પૈકી ૫૦ જેટલા વીજ ધારકોએ ડાયરેક્ટર લંગર નાંખી, ખેતીવાડીના વીજ મીટરોમાં ટેટા મુકીને વીજ લોડ વધારવો સહિત જુદા જુદા નુસખા અપનાવી વીજ ચોરી કરવામા આવતી હોવાનું તપાસમાં ખૂલવા પામ્યું હતું. ૫૦ વીજ ગ્રાહકો દ્વારા ૧૪,૨૬૯ યુનિટની વીજચોરી કરાઇ હોવાથી અધિનિયમ મુજબ ૫,૫૯,૫૮૯ લાખનો દંડ ફટકારાયો હતો.જેને લઈને વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ જાેવા મળતો હતો.આણંદ શહેર સહિત જિલ્લામાં વીજચોરી અટકાવવાના ભાગરૂપે એમ.જી.વી.સી.એલની વિજિલન્સ ટીમોએ સતત ૨ દિવસથી દરોડા પાડવામાં આવ્યાં હતા.ત્યારે કુલ ૩૩૩ વીજ કનેકશનમાંથી ૫૦ વીજ ધારકોને રંગેહાથ વીજચોરી કરતાં ઝડપી પાડીને રૂ.૫,૫૯,૫૮૯ લાખનો દંડ ફટકારાયો હતો.જેને લઇને વીજ ચોરી કરતા તત્વોમાં સોંપો પડી ગયો હતો.

File-02-page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *