Gujarat

 આદિવાસીઓના સૌથી મોટા પર્વ એવા હોળી નો પ્રારંભ થઇ ચૂક્યો છે. છોટાઉદેપુર ના આદિવાસીઓએ પારંપરિક રીતે ઢોલ નગારા તાલે ભંગુરિયા ના મેળાની ઉજવણી કરી. કોરોના કાળ બાદ ફરી એકવાર મેળાની રંગત જામતા લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે

હોળી પર્વ ગુજરાતના આદિવાસીઓ માટે સૌથી મોટો અને મહત્વ નો પર્વ મનાય છે. પૂર્વપટ્ટીના આદિવાસીઓ માટે હોળીકા દહન ના એક સપ્તાહ પૂર્વે જ તહેવારની શરૂઆત થઈ જાય છે અને 15 દિવસ સુધી વિવિધ જગ્યાએ આદિવાસી સંસ્કૃતિ મુજબ મેળાઓ ઉજવી  તહેવારની મજા મણાય છે. હોળી પૂર્વે વિસ્તારના જુદા જુદા ગામોમાં ભરાતા અઠવાડિક હાટ બજાર માં ભંગુરિયા નો મેળો ઉજવાય છે. કોરોના કાળ બાદ આ વર્ષે છોટાઉદેપુરમાં ઉજવાયેલા ભંગુરિયા ના મેળામાં હજારોની જન મેદની ઉમટી પડી હતી. આદિવાસી રાઠવા સમાજના લોકોએ પારંપરિક વેશભૂષા ધારણ કરી ઢોલ, નગારા, વાંસળી ના તાલે આદિવાસી નૃત્ય ટીમલી ની રમઝટ જમાવી હતી. સાથે સાથે બજારમાં ખરીદી પણ કરી હતી. વર્ષ દરમિયાન દુનિયાના કોઈપણ ખૂણે કામઅર્થે જતા આદિવાસીઓ હોળી પર્વ ઉજવવા પોતાના માદરે વતન ફર્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર છોટાઉદેપુર

Screenshot_20220312-161954_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *