Gujarat

આદિવાસીઓની પેઢી પીએમ મોદીએ મજબૂત કરી છે ઃ ગૃહમંત્રી અમીત શાહ

ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદમાં દેશના ગૃહમંત્રી અમીત શાહની સભા યોજાઇ હતી. સભાને સંબોધતા ગૃહ મંત્રી શાહે ગોવિંદ ગુરુની ધરતી અને ઝાલોદની જલાઈ માતાને રામ રામ કહી સમગ્ર જનમેદનીને જયકાર બોલાવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણને લઈ આદિવાસી સમાજના ઉન્નતિ અને વિકાસ માટે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, કિસાન નિધિ યોજના, પશુપાલન ઉદ્યોગ, ખેડૂતોનો વિકાસ, તેમજ છેવાડાના માનવીને શૌચાલય,ગેસ સિલિન્ડરની યોજના આપી છે. કોરોના જેવી મહામારી સમયે મફત રસીકરણ અને ગરીબોના પેટની ચિંતા કરી મફત અનાજ સહિતની યોજનાઓ લાવી કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની સરકાર કટીબદ્ધ હોવાનું જણાવ્યુ હતું. નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારમાં વિવિધ યોજના આપી આદિવાસીઓની પેઢી મજબૂત કરી હોવાનું કહી ઝાલોદ બેઠક જીતશે તો સૌથી વધુ બજેટ ઝાલોદને આપવામાં આવશે તેમ કહ્યું હતું. અન્ય કલ્યાણ કારી યોજનાઓનો હવાલો આપી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આદિવાસી વિસ્તારના ડુંગરના ખેડૂતો માટે ખેતીના પાણી પીવાના પાણી માટે પૂર્વની કોંગ્રેસ સરકાર જે બજેટ ફલાવતી હતી તેના કરતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે એક લાખ કરોડ રૂપિયા ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ફાળવ્યા છે. કોંગ્રેસ અને દેશના તમામ વિપક્ષોના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી દીકરીને મહામહિમ રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન કર્યા છે. ભારતીય જનતા પાર્ટી અવારનવાર રાત દિવસ આદિવાસી સમાજના વિકાસ માટે કટિબદ્ધ હોઇ સમગ્ર વિસ્તારના વિકાસ માટે આગળ હોવાના વિશ્વાસ સાથે પ્રજાને સાથે રહી વિકાસ કર્યાના દાવા રજૂ કરાયા હતા.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *