અમદાવાદ
આનંદનગરમાં ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતી અને બોપલની એક ખાનગી કંપનીમાં એચઆર હેડ યુવતીએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જાેકે યુવતીએ આત્મહત્યા પહેલાં ચિઠ્ઠી કે કોઈ લખાણ લખ્યું ન હોવાથી પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા પરિવારના સભ્યો, ઓફિસ સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે. મૂળ રાજકોટના કાલાવાડ રોડ પર ટાગોરનગર સોસાયટીમાં આવેલા રમાસદનમાં રહેતી કોમલ દવે બોપલની એક ખાનગી કંપનીમાં એચઆર હેડ તરીકે નોકરી કરતી હતી. કોમલનો ભાઈ પણ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી બંને ભાઈ-બહેન વિશાલ ટાવરની બાજુમાં સાજન એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતાં હતાં. નિત્યક્રમ અનુસાર, કોમલનો ભાઈ નોકરી પર ગયો હતો અને સાંજે આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું. તેણે ખખડાવ્યું છતાં કોમલે દરવાજાે ખોલ્યો ન હતો, જેથી કોમલના ભાઈએ તેની પાસેથી ચાવીથી દરવાજાે ખોલી અંદર જઈ જાેયું તો કોમલે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો.


