સુરત
પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુરત પૂર્વ બેઠક પર હાઇવોલ્ટેજ ડ્રામા જાેવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમના જે ઉમેદવાર ગાયબ થયા હોવાનું જણાવ્યું તે કંચન જરીવાલા નાટ્યાત્મક રીતે રિટર્નિંગ ઓફિસરની કચેરીએ હાજર થયા અને સ્વૈચ્છાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું. જાે કે હવે છછઁ માંથી ઉમેદવારી પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ સુરક્ષા માંગી છે. સુરત પૂર્વ બેઠક પરથી ફોર્મ પરત ખેંચ્યા બાદ જીવનુ જાેખમ હોવાનો જરીવાલાને ભય છે. જરીવાલાએ કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માગ કરી છે. માહિતી મુજબ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો મારી નાખે તેવો તેમણે ભય વ્યક્ત કર્યો છે. સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યા બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓએ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર વાર કરતા ભાજપે જ કંચન જરીવાલાનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ ભાજપના વરાછાના ઉમેદવાર કુમાર કાનાણીએ આપ પર પલટવાર કર્યો. તેમણે કહ્યું કે આપના આક્ષેપો પાયાવિહોણા છે અને આ ભાજપને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ છે.