સુરત
ભાજપ સામે લડવાની સ્ટ્રેટેજી અંગે મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે છછઁએ ર્નિણય કર્યો છે કે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરે એ પહેલાં જ આમ આદમી પાર્ટી ઉમેદવારોનાં નામ જાહેર કરશે. છછઁના સંગઠન મહામંત્રી સોરઠિયાએ આગળ કહ્યું હતું કે આગામી એક મહિનામાં ૧૦ હજાર જેટલાં ગામોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચશે. ગામડાંમાં લોકોને આમ આદમી પાર્ટી દ્વારા કયા પ્રકારની સુવિધા આપવામાં આવશે એ બાબતની માહિતી આપવામાં આવશે. લોકો સુધી પહોંચવા માટે પરિવર્તનયાત્રા યોજવામાં આવી રહી છે. એમાં છેલ્લા ૧૫ દિવસથી અલગ-અલગ ઝોનમાં મનોજ સોરઠિયા, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા દ્વારા પરિવર્તનયાત્રા કાઢવામાં આવી રહી છે. મોટા ભાગની વિધાનસભાઓની અંદર, જ્યાં સૌથી વધુ લોકો એકઠા થતા હોય એવા વિસ્તારો પસંદ કરીને પરિવર્તનયાત્રા કરવામાં આવી રહી છે. મનોજ સોરઠિયાએ વધુમાં કહ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી અને સોશિયલ મીડિયા થકી સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે તેમજ લોકોને આમ આદમી પાર્ટીની કામગીરી અને તેમની હાજરીને લઈને મત જાણવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. સર્વે એજન્સીઓ દ્વારા ૈંફઇ મેસેજ કરવામાં આવી રહ્યા છે. જેટલો ડેટા ઉપલબ્ધ છે એના આધારે લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરાયું છે. અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન અલગ-અલગ શહેરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ફિઝિકલ સર્વેની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી છે, જેથી કરીને લોકો સુધી અમે કેટલા પહોંચી શક્યા છે એ જાણી શકાય. ‘પરિવર્તનયાત્રાને ૧૫ દિવસથી વધુ સમય પૂર્ણ થઇ ગયા છે ત્યારે લગભગ અલગ-અલગ ઝોનની વિધાનસભા બેઠકો પર લોકોનો સંપર્ક ઝડપથી આગળ વધી રહ્યો છે. આ કાર્યક્રમની સફળતાને જાેતાં આગામી ૫ કે ૬ જૂને પરિવર્તનયાત્રાના સમાપન સમારોહમાં અરવિંદ કેજરીવાલ પોતે હાજર રહે એવી પૂર્ણ શક્યતા છે. અરવિંદ કેજરીવાલ ગાંધીનગર અથવા મહેસાણા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગરમાં જનસભા માટેનું સ્થળ મળવું થોડું મુશ્કેલ થઇ રહ્યું હોવાથી મહેસાણામાં આ કાર્યક્રમ થવાની શક્યતા વધુ છે. જાેકે આ બાબતે હજી પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી’ ‘આમ આદમી પાર્ટીના સુરતના કાર્યકર્તાઓ વેકેશનમાં સૌરાષ્ટ્ર ગયા છે. પોતાના પરિવાર સાથે માદરે વતનમાં કાર્યકર્તાઓ સ્થાનિક સ્તરે પોતાના ગામના લોકો વચ્ચે આમ આદમી પાર્ટીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. સુરતમાં જે પ્રમાણે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી છે જેની વાતો સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. સૌરાષ્ટ્રના મતદારોને પણ વિશ્વાસ થવા લાગ્યો છે કે સુરતમાં જે રીતે કામ થયું છે એવી જ રીતે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં કરશે. સુરતથી આપના કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્રમાં ખૂબ જ પાયાનું કામ કરી રહ્યા છે, જે વેકેશન દરમિયાન વધુ લોકો સાથે સંપર્ક કરીને આગામી વિધાનસભામાં એનું પરિણામ અમને ચોક્કસ જાેવા મળશે’ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ૬ મહિના જ રહ્યા છે, ત્યારે ભાજપની સાથે સાથે છછઁ અને કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતમાં પહેલીવાર નોંધનીય પ્રદર્શન કરીને આમ આદમી પાર્ટી(છછઁ) પણ ઊભરી આવી છે, ત્યારે દિવ્ય ભાસ્કરે ઇલેક્શન સ્ટ્રેટેજી અને સંગઠનાત્મક કામગીરી અંગે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સાથે વાતચીત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પહેલાં છછઁના ઉમેદવારો જાહેર કરવામાં આવશે. જ્યારે આગામી ૫ કે ૬ જૂને ફરી કેજરીવાલ ગુજરાત આવે એવી શક્યતા છે.