જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીની વિવિધ શાખાના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આરએફએમએસ, આઇઆરસીએમએસ, ઇ-ધારા, એનએસએપી, સ્વાગત કાર્યક્રમ સહિતની કામગીરી ત્વરીત કરવાની શાખાઓના વડાને સૂચના કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
આ બેઠકમાં RFMSની માસિક સ્થિતિની સમીક્ષા કરી અને 90 દિવસથી ઉપરના કેસોનો નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી. IRCMS કેસોની માસિક સ્થિતિની સમીક્ષા કરી અને કોઈ કેસ 6 મહિનાથી વધુ ન હોવો જોઈએ તેની ખાતરી કરવા સંબંધિત શાખાને સૂચના આપવામાં આવી હતી. ઈ-ધારા 60 દિવસથી વધુની કોઈ એન્ટ્રી પેન્ડિંગ ન હોવી જોઈએ તેની ખાતરી કરવા માટે સંબંધિત શાખાને સૂચના આપી હતી. ઓફિસ સ્ટાફને એક ટીમ બનાવી અને તાલુકા કક્ષાએ ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી પેન્ડિંગના કારણો સહિતનો વિગતવાર અહેવાલ બનાવવા સૂચના અપાઇ હતી. એનએસએપી યોજનાઓમાં છેલ્લા એક મહિનામાં કરવામાં આવેલી કામગીરીની સ્થિતિની પણ સમીક્ષા કરી જિલ્લાના તમામ તાલુકાઓમાં પડતર અરજીઓમાં સંબંધિત વ્યક્તિને કોન્ફરન્સ કોલ કરવા અને તમામ તાલુકા શાખાના વડાઓને સક્રિય રહેવા, અરજીઓની પ્રક્રિયામાં વિલંબ ટાળવા સૂચના અપાઇ હતી.
તાલુકા/જિલ્લો/ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં માસિક એન્ટ્રીઓના ડેટાની સમીક્ષા કરી અને સંબંધિત સ્ટાફને પણ સકારાત્મક રીતે અને આપેલ સમય મર્યાદામાં ફરિયાદોનું નિરાકરણ લાવવા સૂચના અપાઇ હતી.
આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચૂંટણી શાખાની સમીક્ષા પણ કરી હતી. જેમાં મતદાર યાદી પર ધ્યાન કેન્દ્રિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. વસ્તી ગણતરી મૂલ્યાંકન, ERONet એન્ટ્રી નિયમિતપણે, એપિક ડિસ્ટ્રિબ્યુશન, દરેક ACના સૌથી ઓછા વોટર આઉટ બૂથની મુલાકાત લેવા અને કોન્સર્મ ERO દ્વારા પણ ખાતરી કરવાની સૂચના આપવામાં આવી હતી. સ્ટાફને શારીરિક/માનસિક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન અને કાર્ય જીવન સંતુલન વિશે સૂચના આપી અને કાર્યક્ષમતા સુધારવા અને એડમિસ્ટ્રેશનને વધુ સારું બનાવવા માટેના મહત્વપૂર્ણ પરિબળોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
