Gujarat

આરટીઈના બીજા રાઉન્ડમાં ૪૫૨૫ એડમિશન કન્ફર્મ થયા

અમદાવાદ
ગુજરાતમાં આરટીઈ એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ ૬૪,૪૫૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાંથી કુલ ૫૩,૩૮૭ વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ કન્ફર્મ કર્યો હતો. આ વર્ષે રાજ્ય સરકારે રાજ્યભરની કુલ મળીને ૯,૯૫૭ શાળાઓમાં ૭૧,૧૫૪ આરટીઈ બેઠકો ઉપલબ્ધ કરાવી હતી. આરટીઈ નિયમ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે સરકાર બાળક દીઠ મહત્તમ રૂ. ૧૩,૦૦૦ની ગ્રાન્ટ આપે છે. આ વર્ષે આરટીઈ એક્ટ હેઠળ રાજ્યમાં કુલ ૧.૯૩ લાખ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૧.૭૬ લાખ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા અને ૧૬,૬૨૯ નામંજૂર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આરટીઈ એક્ટ અમલમાં આવ્યા બાદ, આ વર્ષે રાજ્યમાં સૌથી વધુ ફોર્મ સબમિટ કરાયા હતા.રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગુજરાતમાં કુલ ૪,૫૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ ૧માં તેમનું એડમિશન કન્ફર્મ કરી છે. રાજ્ય સરકારે બીજા રાઉન્ડમાં ૬,૩૩૪ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. જેમાંથી ૧,૮૦૯ વાલીઓએ કન્ફર્મેશન આપવા ની છેલ્લી તારીખ – ૨૩ મે, સોમવાર સુધી એડમિશન કન્ફર્મ કર્યું ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા રાઉન્ડના અંતે રાઇટ તો એડ્યુકેશન (આરટીઈ) એક્ટ હેઠળ કુલ ૧૩,૨૪૨ બેઠકો ખાલી રહી છે. તેથી, સરકાર ટૂંક સમયમાં પ્રવેશનો ત્રીજાે રાઉન્ડ યોજે તેવી શક્યતા છે સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *