Gujarat

“આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ” માટે વિવિધ કચેરીઓને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક હાંસલ કરવા આહવાન કરતા અધિક કલેકટરશ્રી  

અધિક કલેકટરશ્રી બી.એન.ખેરની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન સમિતીની ત્રિમાસીક બેઠક અને સેવારત, પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પુર્વ સૈનિકો તરફથી મળેલ મુદ્દાઓ તથા નિવૃત જવાનોના પરિવારોને માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતીમક્રિયા સહાય, રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ આર્થીક સહાય, યુધ્ધ જાગીર ભથ્થુ, કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી સહાય વિગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠકમાં કમાન્ડર સન્દીપ જયસ્વાલ (નિવૃત), જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે “આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે” ફંડમાં નાંણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન કુલ ૧૫ લાખનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતુ. જેની સામે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં ૨૦૬ લાભાર્થીઓને ૧૨,૩૦,૬૦૦ ની માસીક આર્થીક સહાય, ૦૫ લાભાર્થીઓને ૧,૫૦,૦૦૦ ની દિકરી લગ્ન સહાય તથા ૧૪ લાભાર્થીઓને ૧,૪૦,૦૦૦ ની અંતીમ ક્રિયા સહાય પુર્વ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્ની/સ્વ. સૈનિકોના આશ્રીતોને ચુકવામાં આવી છે. 

ઉક્ત બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રીએ જણાવેલ કે “આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ”થી એકત્ર કરેલ ભંડોળનો ઉપયોગ શહીદો, ક્ષતીગ્રસ્ત સૈનિકો, સ્વર્ગવાસી સૈનિકોના ધર્મપત્ની અને તેમના  આશ્રીતોને વિવિધ સહાય માટે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે “આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ” માટે વિવિધ કચેરીઓને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક હાંસલ કરવા જરૂરી પ્રયાસો હાથ ધરવા આહવાન કર્યું હતુ.

Collector-kacheri-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *