Gujarat

આર.એમ.પી.બેરીંગ કંપની દ્વારા

રાણપુર શહેરમાં પર્યાવરણ જાગૃતી માટે રેલી યોજી વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ….
આર.એમ.પી.બેરીંગ અને પોલીસ સ્ટેશનના પરીસર માં વિવિધ જાતના વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યુ
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વિખ્યાત આર.એમ.પી.બેરીંગ કંપની દ્વારા લોકો માં પર્યાવરણ ને લઈને જાગૃતી આવે તે માટે રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ રેલી દરમ્યાન આર.એમ.પી.બેરીંગ ના પરીસર માં તથા રાણપુર પોલીસ સ્ટેશનના પરીસર માં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ.આર.એમ.પી.બેરીંગ કંપની ખાતે થી રેલી નો પ્રારંભ આર.એમ.પી.બેરીંગ થી કરવામાં આવ્યો હતો.અને રાણપુરના મુખ્ય જાહેર માર્ગો ઉપર સુત્રોચ્ચાર સાથે રેલી નિકળી હતી અને લોકોએ પર્યાવરણ ની જાળવણી કરી દરેક લોકો વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ ને બચાવવા લોક જાગૃતી આવે તે માટે રેલી યોજી હતી આ રેલી દરમ્યાન રાણપુર પોલીસ સ્ટેશનના પરીસર માં પી.એસ.આઈ-એસ.ડી.રાણા ને વિવિધ જાતના વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યુ હતુ તેમજ આર.એમ.પી.બેરીંગ ના પરીસર માં કંપનીના માલીક મિતેનભાઈ મકવાણા ના હસ્તે વિવિધ જાતના અલગ-અલગ વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ના કૌશલભાઈ,રાણપુર તાલુકા ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટર કે.એસ.જોશી,ઈન્ચાર્જ ફોરેસ્ટર એમ.જે.પરમાર,સુરેશ પરમાર તેમજ આર.એમ.પી.બેરીંગના હરેશદાન ગઢવી,મોહનભાઈ મકાણી,પ્રદીપભાઈ જોધાણી,અમીશભાઈ ચાવડા,મનસુખ મેર સહીતના કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલી માં જોડાયા હતા…..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220603-WA0128.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *