Gujarat

આશા સંમેલન માં આરોગ્યના વિવિધ વિષયો પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના  આશા બહેનો દ્વારા નાટક ભજવવામાં આવ્યું

 ગિરગઢડા
ભરત ગંગદેવ…
આશા સંમેલન માં આરોગ્યના વિવિધ વિષયો પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના  આશા બહેનો દ્વારા નાટક ભજવવામાં આવ્યું જેમાં જજ ની પેનલ માં સીડીપીઓ  રમીલા બેન ઉના સરકારી હોસ્પિટલ ના હેડ નર્શ શ્રીમતી ભાવનાબેન અને નગરપાલિકા ના સભ્ય બહેન  ઇન્દુબેન દ્વારા 1 નંબર શહેરી આરોગ્ય કેન્દ્ર ની આશા બેનો
2 નંબર નવાબંદર  પ્રા.આ.કેન્દ્ર ની આશા બેનો
3.નંબર દેલવાડા પ્રા.આ.કેન્દ્ર. ની આશા બેનો ને સારા અભિનય બદલ આપવામાં આવ્યો આ સમગ્ર કાર્યક્રમ ની તૈયારી માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ભાયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર  ડો.વિપુલ દુમાતર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા માંથી દિપ્તીબેન અને પૂર્વીબેન હાજર રહ્યા હતા.આ પ્રોગ્રામ ની શુભ શરૂઆત ઉના નગર પાલિકા ના પ્રમુખ  જલ્પાબેન બાંભણિયા તાલુકા પંચાયત ના પ્રમુખ  પાચિબેન   ચારણીયા ના શુભ હસ્તે કરવામાં આવ્યું . અંત માં તા.હે.ઓફિસર  ડો.વિપુલ દુમાતર દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તાલુકા ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20220312-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *