Gujarat

આ વર્ષે ઉત્તરાયણને લઈ ૧૦૮ની ૮૦૦ એમ્બ્યુલન્સ સેવામાં કાર્યરત રહેશે

અમદાવાદ
ઉત્તરાયણના તહેવારમાં લોકો ધાબે પતંગ ઉડાવતા હોય છે જેના કારણે પતંગના દોરાથી ગળા અને શરીરના ભાગ પર ઇજાઓ, રસ્તા પર અકસ્માત, ધાબા પરથી પડી જવાના બનાવ તથા બે વ્યક્તિ કે જૂથ વચ્ચે ઘર્ષણના કારણે મારામારીના બનાવો જાેવા મળે છે. જે માટે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ સુધી લઇ જવા ૧૦૮ની મદદ લોકો લેતા હોય છે. સામાન્ય દિવસ કરતા આ ૨ દિવસમાં કેસોમાં ખૂબ વધારો જાેવા મળે છે. વર્ષ ૨૦૨૧માં સામાન્ય દિવસમાં ૧૦૮ને ૨૫૨૨ કોલ મળતા હતા. જે ઉત્તરાયણના દિવસે વધીને ૩૩૫૯ અને વાસી ઉત્તરાયણને ૩૦૯૦ સુધી પહોંચ્યા હતા. એટલે કે બંને દિવસના કોલમાં ૩૩ ટકાનો વધારો થયો હતો. આ વર્ષે પણ સામાન્ય દિવસમાં ૩૧૧૧ કેસ મળે છે. પરંતુ ઉત્તરાયણના દિવસે ૨૧ ટકા અને વાસી ઉત્તરાયણના દિવસે ૧૩.૬૦ ટકા કેસ વધાવની ૧૦૮ દ્વારા શક્યતા રાખવામાં આવી છે. ૧૦૮ ઇમરજન્સી સર્વિસના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વર્ષે વિકેન્ડના કારણે કેસમાં ઇમરજન્સી સર્વિસ માટે મળતા કોલમ વધારો થઈ શકે છે. જે માટે અમારી પાસે રાજ્યભરમાં ૮૦૦ એમ્બ્યુલન્સ છે જે સેવા આપશે. ઉપરાંત અમારા તમામ કર્મચારીઓને પણ આ ૨ દિવસ માટે ખાસ સૂચના આપવામાં આવી છે. તમામ ઇમરજન્સી બનાવમાં ૧૦૮ ઝડપથી સેવા આપે તે માટે અમે પુરા પ્રયત્ન કરીશું.ઉત્તરાયણ પર્વને લઈને દર વર્ષે ૧૦૮ ઇમરજન્સી દ્વારા તૈયારી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ૧૦૮ દ્વારા ઉત્તરાયણને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ૧૦૮ની ૮૦૦ એમ્બ્યુલન્સ લોકો માટે સ્ટેન્ડ બાય રહેશે. આ વર્ષે વિકેન્ડમાં ઉત્તરાયણ હોવાને કારણે કેસમાં ૩૫ ટકા ઘટાડો થવાની શક્યતા ૧૦૮ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *