Gujarat

ઇન્કમટેકસ પોટર્લ પર રિટર્ન ફાઇલ નહીં થતા હોવાની ફરિયાદો

અમદાવાદ
ફરીવાર મુદત પહેલા ઇન્કમટેકસ પોટર્લ પર રિટર્ન ફાઇલ નહીં થતા હોવાની ફરિયાદો છે. કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવા જાય ત્યારે ઓટીપી જનરેટ નહીં થતા રિટર્ન ફાઇલ થતા નથી. આ ઉપરાંત એઆઇએસ અને ટીઆઇએસનો ડેટા ડાઉનલોડ થતો નથી. જેથી કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી ડેટા ન મળતા રિટર્ન સાથે સરખાવી શકતા નથી. કરદાતાઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશને રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવાની માગણી કરી છે. નાણાકીય વર્ષ (૨૦૨૧-૨૨) માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ છે. હવે લગભગ ૫ દિવસ બાકી છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી હતી. તેથી આ વખતે પણ ઘણા કરદાતાઓ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાની અપેક્ષા રાખી રહ્યા છે. જાે કે હજુ સુધી આવકવેરા વિભાગ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. વિભાગ એસએમએસ અને ઈમેલ દ્વારા કરદાતાઓને આઈટીઆઈઆર ફાઈલ કરવા માટે રિમાઇન્ડર મોકલી રહ્યું છે. આવકવેરા વિભાગે પણ આ અઠવાડિયે ટિ્‌વટર પર આ વિશે ટિ્‌વટ કર્યું છે. જેમાં કરદાતાઓને ડેડલાઈન પહેલા રિટર્ન ફાઈલ કરવા અપીલ કરવામાં આવી છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *