ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર નેશનલ સાયન્સ ડે 2022 ની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવીકે પોસ્ટર સ્પર્ધા, ક્વિઝ, નિબંધ ,વિજ્ઞાન મોડલ વગેરે સ્પર્ધાનું આયોજન રાજ્ય લેવલે કરવામાં આવે છે .જેમાં ધોરણ 8 થી 12 ના બાળકો ભાગ લઈ શકે છે. જેમાં ફાઇનલ રાઉન્ડ વિજ્ઞાન મોડલ સ્પર્ધામાં રાતૈયા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ પેઢડિયા ખુશી અને પેઢડિયા મહેકની પસંદગી ટોપ ટેનમાં થઈ હતી. આ ટોપ ટેન ફાઇનલ રાઉન્ડમાં ખુશી પઢડિયાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી લોધિકા તાલુકાની સાથે રાજકોટ જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે. આ તકે વિદ્યાર્થીનીઓના માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણા તથા શાળા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.


