રાજકોટ
ભારત-પાકિસ્તાનનો મુકાબલો હોય એટલે ક્રિકેટરસિકો આ મેચના એક પણ બોલને ‘મિસ’ કર્યા વગર તેનો આનંદ ઉઠાવવા માટે આતૂર હોય છે. નવ મહિના પહેલા જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર થઈ હતી ત્યારે પણ રવિવાર હોવાથી શહેરના માર્ગો સૂમસામ ભાસી રહ્યા હતા. ત્યારે આજે એશિયાકપમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાનાર છે અને ત્યારે આજે પણ રવિવાર હોવાથી ક્રિકેટ કર્ફ્યૂ લાગી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે આજે સટ્ટા બજારમાં ગરમાગરમી જાેવા મળશે. સટ્ટાબજારમાં બુકીઓ ભારતને હોટ ફેવરિટ માની રહ્યું છે. ટીમ ઈન્ડિયા જ જીતશે તેવું માનીને બુકીઓએ તળિયાના ૪૭ પૈસા જ ભાવ ખોલ્યો છે. પોલીસની ધોંસ હોવાથી આઉટિંગ લાઈન બંધ રાખીને માત્ર ૈંડ્ઢ પર કોરોડોના સટ્ટો આજે ખેલાશે. બીજીબાજુ ક્રિકેટરસિકો જે રીતે મેચનો લાભ ઉઠાવવા માટે તલપાપડ હશે તેવી જ રીતે સટ્ટોડિયાઓ ભારત-પાકિસ્તાન મેચ ઉપર કરોડો રૂપિયાનો જુગાર ખેલી લેવા માટે સજ્જ બની ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે ‘સુપર ફેવરિટ’ ગણીને બુકીબજારમાં ૪૭ પૈસા ભાવ ખોલવામાં આવ્યા છે. બુકી બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ભારત-પાકિસ્તાનની ટીમ છેલ્લા ઘણા સમયથી જાેરદાર ફોર્મમાં રમી રહી છે. પરંતુ આજની મેચમાં પાકિસ્તાન કરતાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે ગણાય રહ્યું હોવાથી અત્યંત નીચો ભાવ રાખવામાં આવ્યો છે. બુકીબજારમાં સામાન્ય રીતે કોઈ ટીમનો ભાવ ૫૦ પૈસાની નીચે ખોલવામાં આવે એટલે તેને ‘સુપર ફેવરિટ’ ગણવામાં આવતી હોય છે. ટીમ ઈન્ડિયાને ૪૭ પૈસા સાથે જીત માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. બીજીબાજુ છેલ્લા ઘણા સમયથી પોલીસની સખત ધોંસ હોવાને કારણે અનેક બુકીઓએ ‘આઉટીંગ લાઈન’ મતલબ કે ફોન ઉપર સોદા લેવાનું બંધ કરીને માત્ર ૈંડ્ઢ મારફતે જ ક્રિકેટ સટ્ટો રમાડવાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે ટીમ ઈન્ડિયાની જીતનો ભાવ ૪૭ પૈસા ખોલવામાં આવ્યો છે તેનો મતલબ એ થાય કે જાે કોઈ પંટર ટીમ ઈન્ડિયાની જીત ઉપર ૧૦,૦૦૦ લગાવે અને ટીમ ઈન્ડિયા જીતી જાય તો તેને ૪૭૦૦ રૂપિયા મળશે અને જાે ટીમ ઈન્ડિયા હારી જાય તો પંટરે બુકીને ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડે. બીજી બાજુ સટ્ટો રમવાના શોખીન પંટરો પૈકીના અમુકે માત્ર ભારત-પાકિસ્તાન મેચ પૂરતું તો અનેક પંટરોએ આખા એશિયા કપ માટે બુકી પાસેથી ૈંડ્ઢ લઈ લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે એકલા રાજકોટમાંથી જ આજના મેચ ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાઇ જવાનો અંદાજ છે. જાે પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવે તો અનેક પંટરોને કંગાલ થતાં બચાવી શકાય તેમ છે. ટીમ ઈન્ડિયા જ જીતશે તેવું માનીને અનેક પંટરે એડવાન્સ સોદા પાડ્યા છે.
