Gujarat

ઈરાન પોર્ટથી ભારતના કંડલા અને મુંબઈ પોર્ટની સીધી લાઈનની શરૂ કરવાની જાહેરાત

ગાંધીધામ
ઈસ્લામીક રીપબ્લીક ઓફ ઈરાન શિપિંગ લાઈન્સના કન્ટેનરોને આ માર્ગને પુર્ણ કરતા ૧૦ થી ૧૫ દિવસ લાગશે. આ પ્રકારનું પ્રથમ કન્ટૅનર પ્લાનીંગ અનુસાર ફેબ્રુઆરી ૧૬ના ઈરાનના શાહીદ બહીસ્તીમાં પ્રવેશ કરશે. ભારત સરકાર આ ઉપક્રમમાં ભાડામાં છુટછાટ સહિતની સહાયતાઓ આપે તે સંભાવના પણ તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. નોંધવુ રહ્યું કે અગાઉ ૨૦૧૭માં મુંદ્રા અને મુંબઈ પોર્ટ સાથે પણ આ પ્રકારની લાઈનની શરૂઆત કરવામાં આવી હતી. સીધી કન્ટૅનર લાઈન શરૂ થતા કાર્ગોના આવાગમનમાં સરળતા રહેશે અને તેની કિંમત પણ પરવડે તેમ હોવાથી અંતિમ યુઝર સુધી તેનો લાભ મળશે. આ કન્ટેનર લાઈનની શરૂઆતને મહામારી કાળ વચ્ચે સામુદ્રીક આયાત નિકાસ ક્ષેત્રે આશાની નવીન કિરણ રુપે જાેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને ભારતને અફઘાનિસ્તાન સહિતાના દેશો સાથે વેપાર કરવા માટે માર્ગ આપવાની ઈંકાર કર્યા બાદ ભારતે પુલવાંમા કાંડ બાદ તેની સાથે વેપારી સબંધો પર કઠોર પગલા લઈને કાપી નાખ્યા હતા. ગલ્ફ દેશો સુધી સામુદ્રીક માર્ગે પહોંચતા ભારતને સેન્ટ્રલ એશીયા, યુરેશીયા સુધી પહોંચવા નજીકના પોર્ટની આવશ્યકતા હોતા ઈરાનમાં આવેલા અને અફઘાનિસ્તાનથી તદન નજીક એવા ચાબહાર પોર્ટના નિર્માણ માટે ભારતે જંગી રોકાણ કરીને પ્રોજેક્ટને શરૂ કરાવ્યો હતો. આમ, આ પ્રોજેક્ટ થકી ભારત એક તીરે ઘણા નિશાન મારવા માંગી રહ્યું છે, જેને યુએસ પ્રતિબંધો, કોરોના જેવી બાધાઓ નડતી રહી છે. અફઘાનિસ્તાન લેન્ડ લોક પ્રદેશ છે અને ત્યાં ઘઉંની પેદાઈશ ખુબ ઓછી કે નહિવત પ્રમાણમાં થાય છે ત્યારે તેના માટે તે સતત અન્ય દેશો પર ર્નિભર રહે છે. ભારતે તેમને મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો આપવાની જાહેરાત કર્યા બાદ વારંવાર કાર્ગો મોકલ્યો હતો. ૨૦૧૯માં મોકલેલા કન્ટૅનરોથી બદહાલ સ્થિતિમાં રહેલી સરકાર અને લોકોએ ઢોલ નગારા વગાડીને ભારતીય ઘઉંનું સ્વાગત કર્યું હતુમ, તેની જરૂરીયાત એટલી હતી કે તત્કાલીન તાલીબાની સંગઠનોએ કબ્જે કરી લીધા હતા. ત્યારબાદ માનવીય અભિગમનો અવાજ ઉઠતા અંતે તેને મુક્ત કરાયા હતા. હજી પણ દર છ મહિને ઘઉંનો મોટો જથ્થો ભારત રાહતના ભાગ રુપે વાયા ચાબહાર પોર્ટ અફઘાનિસ્તાન મોકલાવે છે.૨૦૧૬માં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને સાથે મળીને શરૂ કરેલો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ચાબહાર પોર્ટ’ ભલે અફઘાનિસ્તાનના તાલીબાની હાથોમાં જવાથી ડગમગી ગયો હતો, પરંતુ બાકીના બન્ને દેશો તેના વિકાસ માટે સંપુર્ણ વિશ્વાસ અને ભવિષ્ય નિહાળી રહ્યા હોવાનો અંદેશો તાજેતરમાં સામે આવેલા ર્નિણયથી પ્રસ્થાપિત થાય છે. એક સમયે જેને ડીપીટી, કંડલા જેમાં ભાગીદાર હતું તે ઈરાનના ચાબહાર પોર્ટ થી કંડલા સુધીની સીધી શિપિંગ લાઈનની શરૂઆત આગામી મહિનાથી કરવામાં આવનાર છે. ઈરાનના પોર્ટ્‌સ અને મેરીટાઈમ ઓર્ગનાઈઝેશનના આગેવાને જણાવ્યું કે ઈરાનના દક્ષીની પુર્વી પોર્ટ ચાબહાર અને ભારતના પશ્ચિમી ભાગે આવેલા કંડલા (ડીપીટી) અને મુંબઈના નાવાશેવા પોર્ટ સાથે સીધી નવી કન્ટેનર શિપિંગ લાઈન આગામી ફેબ્રુઆરી માસથી શરૂ કરવામાં આવશે.

Chabahar-Port.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *