બારડોલી
મહુવાના પારસીવાડ ખાતે રહેતા દીપેનભાઈ રાકેશભાઈ મિસ્ત્રી તેમજ તેઓના પત્ની ખુશ્બુબેન મોટર સાયકલ નં. ય્ત્ન-૦૫-હ્લરૂ-૭૩૨૧ લઈ સુરત ગયા હતા. જ્યાથી મોડી સાંજે મહુવા જઈ રહ્યા હતા. દરમિયાન બારડોલી- મહુવા રોડ પર ઇસરોલી ગામની સીમમાં બાઇક સવાર દંપતીને એક કારનાં ચાલકે અડફેટે લીધા હતા. કાર નં. ય્ત્ન-૧૯-છ-૩૬૩૦ નો ચાલકે નશાની હાલતમાં પોતાના કબ્જાની કાર પુરપાટ ઝડપે હંકારી બાઇક સવાર દંપતીને ધડાકાભેર અડફેટે લઈ રોડની સાઈડ પર ફંગોડયા હતા. અકસ્માતમાં મહુવાના દંપતીને હાથે તેમજ પગે ફેકચર થતા બન્ને તાત્કાલિક સારવાર અર્થે સુરતની આશુતોષ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. બીજી તરફ કારનાં ચાલકે મોટર સાયકલને અડફેટે લીધા બાદ ભાગવા જતા કાર રોડની સાઈડ પર વીજકંપનીનાં થાંભલામાં અથડાઈ હતી. થાંભલો તૂટી જતા યુવાન કાર મૂકી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ બારડોલી પોલીસને થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બારડોલીનાં ઇસરોલી ગામ નજીક કારના ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં દંપતીને ગંભીર ઈજાઓ થઈ હતી. બન્નેને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર યુવાન નશાની હાલતમાં ધૂત હોવાથી કાર મૂકી ફરાર થઇ ગયો હતો.
